આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સ દ્વારા ‘આઈસીઆઈસીઆઈ પ્રુ સ્માર્ટકિડ 360’ લોન્ચ કરવામાં આવ્યું છે. આ એક લાંબા ગાળાની બચત યોજના છે જે ગ્રાહકોને તેમના બાળકની ભવિષ્યની નાણાકીય જરૂરિયાતો માટે ગેરંટીડ લાભો સાથે આયોજન કરવાની સુવિધા આપે છે.
આ લોન્ચિંગ પ્રસંગે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સના ચીફ પ્રોડક્ટ ઓફિસર, વિકાસ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આઈસીઆઈસીઆઈ પ્રુ સ્માર્ટકિડ 360 ને માતા-પિતાની તેમના બાળકના ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત કરવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. મનીબેક લાભો ઉપરાંત, આ પ્રોડક્ટ પોલિસીની મુદત પૂરી થવા પર લમ્પ-સમ ચૂકવણીના રૂપમાં ગેરંટીડ મેચ્યોરિટી બેનિફિટ આપે છે, જે બાળકને પુખ્તાવસ્થામાં પ્રવેશ કરતી વખતે મદદરૂપ થઈ શકે છે.
આઈસીઆઈસીઆઈ પ્રુ સ્માર્ટકિડ 360, બાળકના ભવિષ્યના મહત્વના પડાવો જેવા કે શાળાકીય શિક્ષણ, ઉચ્ચ અભ્યાસ અથવા પુખ્ત વયના પ્રારંભિક લક્ષ્યો મુજબ મનીબેક અથવા અગાઉથી નક્કી કરેલી ચૂકવણીઓ પ્રદાન કરે છે. ખાસ વાત એ છે કે, ગ્રાહકો આ ચૂકવણી તરીકે નિશ્ચિત રકમ અથવા વધતી જતી રકમની પસંદગી કરી શકે છે.
આ પ્રોડક્ટની એક મુખ્ય વિશેષતા તેમાં રહેલી પ્રીમિયમ માફી અને લાભોની સાતત્યતા છે, જે વીમાધારકના અકાળે અવસાનના કિસ્સામાં બાળકના ભવિષ્યને સુરક્ષિત કરે છે.
મુખ્ય લાભો ઉપરાંત, આઈસીઆઈસીઆઈ પ્રુ સ્માર્ટકિડ 360 ફેમિલી ઇન્કમ બેનિફિટ જેવી વૈકલ્પિક સુવિધાઓ પણ આપે છે, જે વીમાધારકના અકાળે અવસાનના કિસ્સામાં પરિવારને નિયમિત આવક પૂરી પાડીને ટેકો આપે છે.
