સામાન્ય રીતે જોવામાં આવે તો મિડ-કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ એવી કેટેગરી છે જ્યાં એક્ટિવ મેનેજમેન્ટ આજેય અર્થપૂર્ણ અને અસરકારક સાબિત થાય છે. ભારતના બિઝનેસ જીવનચક્રમાં મિડ-કેપ કંપનીઓ એક સંતુલિત તબક્કે હોય છે-તે શરૂઆતના અનિશ્ચિત તબક્કાને પાર કરી ચૂકી હોય છે, પરંતુ મોટા કદની મર્યાદાઓએ હજી તેમને બાંધેલી નથી. આ જ કારણ છે કે લાંબા ગાળામાં મિડ-કેપ્સે લાર્જ અને સ્મોલ કેપ બંનેની તુલનામાં વધુ મજબૂત પ્રદર્શન કર્યું છે. તે ઝડપથી વિકાસ કરવાની ક્ષમતા અને એક પ્રકારની સ્થિરતા-બન્નેનું સંતુલન રજૂ કરે છે.
દેવપ્રસાદ નાયર, હેડ ઓફ બિઝનેસ, હેલિઓસ ઇન્ડિયા કહે છે કે હેલિઓસ મ્યુચ્યુઅલ ફંડની ‘એલિમિનેશન ઇન્વેસ્ટમેન્ટ ફિલોસોફી’ આ સેગમેન્ટમાં ખાસ અસરકારક સાબિત થાય છે. આ અભિગમનો મૂળ વિચાર સરળ છે-નબળા બિઝનેસ મોડલ, કમજોર બેલેન્સ શીટ અને ભવિષ્યની વૃદ્ધિ સામે અતિમૂલ્યાંકિત કંપનીઓને ગાળીને બહાર કાઢવી, જેથી રોકાણ માટેનું ક્ષેત્ર વધુ મજબૂત અને કેન્દ્રિત બને. મિડ-કેપ સેગમેન્ટની રચના આ અભિગમને વધુ મજબૂતી આપે છે. નિફ્ટી મિડકેપ 150માં કંપનીઓનું સતત પુન:સંયોજન થતું રહે છે-નવી લિસ્ટિંગ, ઝડપથી આગળ વધતી કંપનીઓ અને ઉદયમાન બિઝનેસ સતત ઉમેરાતા રહે છે. આ સતત બદલાવ એક જીવંત ઇકોસિસ્ટમ બનાવે છે, જ્યાં યોગ્ય પસંદગી દ્વારા એક્ટિવ મેનેજર્સ વાસ્તવિક મૂલ્ય ઊભું કરી શકે છે.
