રિલાયન્સ રિટેલે પ્રિયંકા ચોપરા જોનાસની બ્રાન્ડ એનોમલી હસ્તગત કરી, બ્યૂટી પોર્ટફોલિયોના વિસ્તરણને વેગ આપશે

રિલાયન્સ રિટેલ લિમિટેડે (આર.આર.એલ.) આજે પ્રિયંકાની ગ્લોબલ હેરકેર બ્રાન્ડ એનોમલી હસ્તગત કરવાની જાહેરાત કરી છે, જેમાં તેના ટ્રેડમાર્ક્સ, બ્રાન્ડ એસેટ્સ અને ડિજિટલ પ્રોપર્ટીઝનો સમાવેશ થાય છે. આ અધિગ્રહણ રિલાયન્સ રિટેલના ઝડપથી વિકસતા બ્યૂટી પોર્ટફોલિયોના નોંધપાત્ર વિસ્તરણને દર્શાવે છે અને ભારત તેમજ વૈશ્વિક સ્તરે ઉચ્ચ વૃદ્ધિ ધરાવતી ક્ધઝ્યુમર બ્રાન્ડ્સ બનાવવા અને તેને વિકસાવવાની તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.
વિશ્વસ્તરીય અભિનેત્રી અને ઉદ્યોગસાહસિક પ્રિયંકા ચોપરા જોનાસદ્વારા 2021માં સ્થપાયેલી એનોમલી એક સ્વચ્છ, વીગન અને ઉચ્ચ ગુણવત્તાવાળી હેરકેર બ્રાન્ડ છે, જે કીફાયતી કિંમતે ઉપલબ્ધ છે. તેની શરૂઆતથી જ આ બ્રાન્ડ મુખ્ય વૈશ્વિક બજારોમાં વિતરણ સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત ઓળખ બનાવી ચુકી છે.
આ અધિગ્રહણ થકી રિલાયન્સ રિટેલ આ બ્રાન્ડની તમામ બૌદ્ધિક સંપત્તિ અને ડિજિટલ ઇકોસિસ્ટમ પર સંપૂર્ણ માલિકી મેળવશે, જે તેને તેના વિશાળ રિટેલ નેટવર્ક અને ઓમનીચેનલ પ્લેટફોર્મ્સ દ્વારા એનોમલીને તેનો વ્યાપ વધારવામાં સક્ષમ બનાવશે. આ પગલું રિલાયન્સ રિટેલની એ વ્યાપક વ્યૂહરચનાને અનુરૂપ છે, જેનો હેતુ ઝડપથી વિકસતા બ્યૂટી અને પર્સનલ કેર કેટેગરીમાં પોતાની પકડ મજબૂત કરવાનો છે. કંપની બ્રાન્ડના વિકાસને વેગ આપવા અને ગ્રાહકો સુધી તેની પહોંચ વધારવા માટે પોતાના ઓફલાઇન સ્ટોર્સ અને ટીરા સહિતના ડિજિટલ કોમર્સ પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરશે.

રિલેટેડ ન્યૂઝ