વિમાની ઈંધણના ભાવ વધતા દેશની એરલાઈન્સ માટે પણ કટોકટીની હાલત છે. એક તરફ યુદ્ધના કારણે ઈરાન એરસ્પેસ જોખમી બની છે. બીજી તરફ પાકિસ્તાન દ્વારા હજુ ભારતીય નાગરિક વિમાનો માટે એરસ્પેસ ખોલવામાં આવી છે તેથી ભારતીય એરલાઈન્સે લાંબુ ચકકર મારીને વિદેશની ઉડાનો કરવી પડે છે તે વચ્ચે ઈંધણના ભાવમાં વધારો થતા એરલાઈનનું બજેટ બગડી ગયું છે અને એરઈન્ડિયાએ તેની ઘરેલુ તથા આંતરરાષ્ટ્રીય વિમાની સેવામાં રોજની 100 જેટલી ફલાઈટ હાલ બંધ કરવા નિર્ણય લીધો છે. એરઈન્ડીયા રોજની 1100 જેટલી ફલાઈટનું સંચાલન કરે છે અને કંપનીએ અત્યાર સુધી તે જાળવી રાખવા પ્રયત્ન કર્યો હતો પરંતુ હવે ઈંધણના ભાવમાં થયેલા ભારે વધારાએ વિમાની કંપનીઓ માટે નવી મુશ્કેલી લાવી છે. ગત સોમવારે જ ફેડરેશન ઓફ ઈન્ડીયન એરલાઈન્સે સરકારને ચેતવણી આપી હતી કે ઈંધણના ભાવમાં જો વધારો ચાલુ રહેશે તો એરલાઈન્સ માટે ઓપરેશન મુશ્કેલ બનશે. જો કે આજે જ સરકારે ઈંધણના જે નવા ભાવ જાહેર કર્યા છે તેમાં વિમાની ઈંધણના ભાવમાં કોઈ વધારો કર્યો નથી. તેમ છતાં પણ માર્ચ માસ કરતા પણ હાલ વિમાની ઈંધણના ભાવ ડબલ થઈ ગયા છે.
રિલેટેડ ન્યૂઝ
-
ચૂંટણી પંચનો આદૃેશ પ.બંગાળમાં ૧૫ બુથમાં આજે ફરી મતદૃાન
નવી દિૃલ્હી. બંગાળની તમામ ૨૯૪ વિધાનસભા બેઠકો માટે મતદૃાન બે તબક્કામાં પૂર્ણ થયું છે. મતગણતરી ૪... -
EVM મુદ્દે બબાલ બાદ TMCનો હુંકાર ‘ચૂંટણી પંચ અને ભાજપ જાણતા નથી કે કોનાથી ટક્કર લઈ રહૃાા છે
ટીએમસી નેતાઓ અને કાર્યકર્તાઓએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ સ્ટેડિયમ સ્થિત કાઉર્િંન્ટગ સેન્ટરની બહાર ધરણા શરૂ કરી... -
પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલનો વારો : કોંગ્રેસ
LPG ભાવ વધારા મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેરી દૃેશમાં અનેક રાજ્યોની ચૂંટણીઓ પૂર્ણ થતાંની સાથે જ...
