મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સના શુભારંભ પૂર્વે ઓરો યુનિવર્સિટી કેમ્પસમાં યોજાયેલા વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ એક્ઝીબિશનનું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું.
આ પ્રસંગે રાજ્યના ઔદ્યોગિક વિકાસ, કૃષિ પ્રગતિ, ગ્રીન એનર્જી અને સેવા ક્ષેત્રના સર્વાંગી વિકાસને પ્રતિિંબબિત કરતું વિશાળ પ્રદૃર્શન ખુલ્લું મુકાયું હતું.
મુખ્યમંત્રીએ પ્રદૃર્શનના વિવિધ પેવેલિયન અને સ્ટોલની મુલાકાત લઈને ઉદ્યોગકારો અને સ્ટાર્ટઅપ પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી. તેમણે નવીન ટેકનોલોજી, ગ્રીન એનર્જી એકમો, કૃષિમાં આધુનિક પદ્ધતિઓ અને સેવા ક્ષેત્રના વિકસતા મોડલ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. આ સાથે તેમણે રાજ્યના વિકાસમાં ખાનગી ક્ષેત્ર, ઉદ્યોગકારો અને યુવાનોની ભાગીદૃારીને મહત્વપૂર્ણ ગણાવી પ્રોત્સાહન આપ્યું હતું.
