એચડીએફસી બેંકના વોટ્સએપ ચેટ બેંકિંગે 1 કરોડ યુનિક મન્થલી એક્ટિવ યુઝર્સનું સીમાચિહ્ન વટાવ્યું

એચડીએફસી બેંકના વોટ્સએપ ચેટ બેંકિંગ પ્લેટફોર્મે સ્વીકૃતિના નોંધપાત્ર સીમાચિહ્નો વટાવ્યાં છે,જેમાં 31માર્ચ, 2026 સુધીમાં 30દિવસમાં1કરોડથી વધુ એક્ટિવ યુઝર્સ અને 90દિવસમાં2કરોડથી વધુ એક્ટિવ યુઝર્સનો સમાવેશ થાય છે.આપ્લેટફોર્મ હવે 4કરોડથી વધુ નોંધાયેલા ગ્રાહકોને સેવા આપી રહ્યું છે,જે બેંકના કસ્ટમર બેઝના લગભગ 40%જેટલા છે.યુઝર્સની સંખ્યામાં વૃદ્ધિ થવાની સાથેટ્રાન્ઝેક્શનમાં પણ 20%નો વધારો થયો છે,જે વધુ સારા જોડાણને દર્શાવે છે.
આજે,એચડીએસી બેંક વોટ્સએપ પર વ્યાપક સેવાઓ પૂરી પાડે છે. 19 પ્રોડક્ટ લાઇન હેઠળ 225થી વધુ સેવાઓની સાથેઆ પ્લેટફોર્મ બેંકિંગની રોજિંદી જરૂરિયાતો,લેવડદેવડના વ્યવહારો અને પ્રોએક્ટિવ સર્વિસ એલર્ટ્સને આવરી લે છે.તે ખૂબ જ ઝડપથી ઇન્ડસ્ટ્રીના સૌથી અદ્યતન ક્ધવર્ઝેશનલ બેંકિંગ ઇકોસિસ્ટમ્સમાંથી એક તરીકે વિકસિત થઈ છે.
એચડીએફસી બેંકે શરૂઆતમાં જ પારખી લીધું હતું કે, ક્ધવર્ઝેશનલ ઇન્ટરફેસ ફક્ત સામાન્ય વાતચીત પૂરતા મર્યાદિત ન રહેતા વેપાર-વાણિજ્ય માટેના એક શક્તિશાળી પ્લેટફોર્મ તરીકે વિકસિત થઈ રહ્યાં છે, જેમાં શોપિંગ,ફૂડ ઑર્ડરિંગ અને રોજિંદા જોડાણ જેવી બાબતોનો સમાવેશ થાય છે.આ પરિવર્તનને ઓળખીનેબેંકે 2022માં ચેટ બેંકિંગ લોન્ચ કર્યું હતું,જે તેને બેંકિંગની મૂળભૂત જરૂરિયાતો માટે એક સુવિધાજનક સર્વિસ ચેનલ તરીકે સ્થાપિત કરે છે અને બેંકિંગને સીધું ગ્રાહકોની રોજિંદી ડિજિટલ આદતોમાં લાવે છે.
ડિજિટલ સેવાઓની સ્વીકૃતિને પ્રોત્સાહન આપવા માટેબેંકે સતત નવી પ્રોડક્ટ ડિઝાઇન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.તેણે ઇન્ડસ્ટ્રીમાં પ્રથમવાર કહી શકાય તેવી કેટલીક સુવિધાઓ રજૂ કરી છે,જેમાં વોઇસ નોટ-આધારિત ઇનપુટ્સનો સમાવેશ થાય છે, જેની મદદથી ગ્રાહકો હિન્દી, અંગ્રેજી અથવા હિંગ્લિશમાં ખૂબ જ સરળતાથી વાતચીત કરી શકે છે.

રિલેટેડ ન્યૂઝ