એસઆઈપીનો ફ્લો મજબૂત રહ્યો છે પરંતુ રજિસ્ટ્રેશન ટ્રેન્ડ્સ સૂચવે છે કે રોકાણકારો સાવચેતી રાખી રહ્યા છે : ટાટા એસેટ મેનેજમેન્ટ

મ્યુચ્યુઅલ ફંડ્સ થકી લાંબા ગાળે સંપત્તિ સર્જન માટે બજારમાં પ્રવેશવા ઇચ્છતા રિટેલ રોકાણકારો માટે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (એસઆઈપી) ખૂબ જ મહત્વનો માર્ગ બની રહ્યા છે. ઇન્ડસ્ટ્રીના ડેટા જણાવે છે કે અમદાવાદમાં એસઆઈપી રજિસ્ટ્રેશન્સ માર્ચ 2026માં 1.50 ટકા હતા, તે વધીને એપ્રિલ 2026માં 1.60 ટકા થયા છે, જે હાલની બજારની અસ્થિરતા છતાં રોકાણકારોની બજારમાં સતત ભાગીદારી સૂચવે છે (સ્ત્રોત: આંતરિક ડેટા).
વ્યાપક મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં એસઆઈપીનો ઇનફ્લો સતત ટકી રહેલો જણાય છે. બજારની ઉથલપાથલ છતાં એસઆઈપીનો ઇનફ્લો ઘણેઅંશે સ્થિર રહ્યો છે. વર્ષ 2026ના પહેલા ચાર મહિના દરમિયાન એસઆઈપીનો આંકડો લગભગ રૂ. 30,000 કરોડ રહ્યો છે, જે રોકાણકારો બજારમાં હજુ પણ ટકી રહ્યા હોવાનો સંકેત આપે છે. ઉદ્યોગના તાજેતરના ટ્રેન્ડ્સ એવો પણ નિર્દેશ કરે છે કે રોકાણકારો સાવચેતીભર્યો અભિગમ અપનાવી રહ્યા છે. સમગ્ર ઉદ્યોગમાં નવા એસઆઈપી રજિસ્ટ્રેશન્સ એપ્રિલ, 2026માં 50.71 લાખના 12 મહિના સૌથી નીચા સ્તરે પહોંચ્યા છે, જ્યારે એસઆઈપી બંધ થવાનું પ્રમાણ વધીને 51.29 લાખ થયું છે, જેનાથી એસઆઈપી સ્ટોપેજ રેશિયો 101 ટકાએ પહોંચ્યો છે. આ આંકડા સૂચવે છે કે વૈશ્વિક સ્તરે ભૂરાજકીય તણાવો અને વધેલી બજાર અસ્થિરતાના પગલે આ મહિના દરમિયાન નવા રજિસ્ટ્રેશન કરતા વધુ એસઆઈપી ખાતા હાલ થોભો અને રાહ જુઓની સ્થિતિમાં છે અથવા બંધ થઈ ગયા છે. આ પરિસ્થિતિમાં શિસ્તબદ્ધ રોકાણ અને લાંબા ગાળાના નાણાંકીય આયોજન અંગે રોકાણકારોમાં જાગૃતિ વધારવાનું મહત્વ સતત વધી રહ્યું છે. નાણાંકીય નિષ્ણાંતોનું માનવું છે કે બજારના વિવિધ ચક્રો દરમિયાન સતત રોકાણ જાળવી રાખવાથી રોકાણકારો ટૂંકા ગાળાના બજારના ઉતાર-ચઢાવને સામે પ્રતિક્રિયા આપવાને બદલે તેમના લાંબા ગાળાના નાણાંકીય લક્ષ્યો સાથે જોડાયેલા રહી શકે છે.

રિલેટેડ ન્યૂઝ