HDFC બેંક લિમિટેડે વિદ્યાર્થીઓ માટે મારવાડી યુનિવર્સિટી સાથે એક મહત્વપૂર્ણ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે, જેનો મુખ્ય હેતુ બેંકિંગ અને નાણાકીય સેવા ક્ષેત્ર માટે ભવિષ્યલક્ષી મેનેજમેન્ટ પ્રતિભાઓનું નિર્માણ કરવાનો છે. આ સહયોગ હેઠળ મારવાડી યુનિવર્સિટીને ટેલેન્ટ એક્વિઝિશન માટે એક પ્રિફર્ડ ઇન્સ્ટિટ્યુશન તરીકે એમ્પેનલ કરવામાં આવી છે, જેના પરિણામે HDFC બેંકને ઇન્ટર્નશિપ અને ભરતી માટે ખઇઅ વિદ્યાર્થીઓની ઉચ્ચ ગુણવત્તાવાળી પ્રતિભા સાથે જોડાવાનો અવસર મળશે. પસંદગી પ્રક્રિયા દ્વારા પસંદ થયેલા વિદ્યાર્થીઓને દર વર્ષે ₹5.75 લાખનું વેતન પેકેજ, કામગીરી આધારિત પ્રોત્સાહનો (પરફોર્મન્સ-લિંક્ડ ઇન્સેન્ટિવ્સ) તેમજ અન્ય કર્મચારી લાભો આપવામાં આવશે.
મારવાડી યુનિવર્સિટીના પ્રો વાઇસ ચાન્સેલર ડો. સંજીત સિંહે જણાવ્યું હતું કે, આ ભાગીદારી એવા સમયે થઈ રહી છે જ્યારે ભારતનું બેંકિંગ ક્ષેત્ર ડિજિટલ બેંકિંગ, ગ્રાહક-કેન્દ્રિત નવીનતા, ડેટા એનાલિટિક્સ અને નાણાકીય સમાવેશની પહેલોના કારણે ઝડપી પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે. અમારી આ ભાગીદારી શૈક્ષણિક અભ્યાસ અને ઉદ્યોગની અપેક્ષાઓ વચ્ચેનું અંતર ઘટાડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ સહયોગ અમારા વિદ્યાર્થીઓ માટે કારકિર્દીની તકોને વધુ મજબૂત બનાવશે અને સાથે જ બેંકિંગ ક્ષેત્ર માટે કુશળ માનવસંસાધનના વિકાસમાં પણ યોગદાન આપશે.
31 માર્ચ 2026 સુધી લગભગ 2.11 લાખ કર્મચારીઓના કાર્યબળ અને ભારતના 4,175 શહેરો તથા નગરોમાં ફેલાયેલા 9,689 શાખાઓના નેટવર્ક સાથે ઇંઉઋઈ બેંક દેશભરમાં પોતાની વૃદ્ધિયાત્રા અને ઉત્તમ ગ્રાહક સેવાઓને ટેકો આપવા માટે મજબૂત ટેલેન્ટ ઇકોસિસ્ટમના નિર્માણમાં સતત રોકાણ કરી રહી છે.
