બેંકોની કાર્યવાહી માત્ર નાણાં લેવા અને લોન આપવી ત્ો પ્ાૂરતી મર્યાદિૃત નથી સમસ્યા ત્યારે થાય છે જ્યારે બ્ોન્કો ખાત્ોદૃારોના હિત જાળવી શકતી નથી
ભારત જેવા વિશ્ર્વના સૌથી મોટા લોકશાહી દૃેશમાં પ્રજા માટે હંમેશા લોકકલ્યાણકારી યોજનાઓનો અમલ થતો હોય છે જેમાં ખાસ કરીન્ો બ્ોન્કની વ્યવસ્થા માત્ર આર્થિક લેવડ-દૃેવડનું માધ્યમ હવે રહૃાું નથી.
પરંતુ આજની બ્ોન્કો સામાન્ય નાગરિકોન્ો વિશ્ર્વાસ, સુરક્ષા, અન્ો ભવિષ્યની યોજનાઓ માટે મહત્વપ્ાૂર્ણ આધાર બની છે. દૃેશના ગ્રામ્ય વિસ્તારમાં રહેતો એક સામાન્ય ખેડૂત, દૃુકાનદૃાર, નોકરીયાત વર્ગ અથવા મધ્યમ પરિવારના લોકો પોતાની બચત બ્ોન્કમાં એટલા માટે જમા કરાવે છે કે ત્ોમન્ો બ્ોન્ક પર વધુ વિશ્ર્વાસ છે.
ઉપરાંત બ્ોન્કમાં ડિપોઝીટ કે અન્ય સ્વરૂપ્ો નાણાં મૂકનારા ખાત્ોદૃારો જાણતા હોય છે કે, જ્યારે જરૂર પડશે ત્યારે ત્ોઓ બ્ોન્કમાંથી નાણા પરત મેળવી શકશે આ વિશ્ર્વાસ દૃાયકાઓની સંસ્થાગત વિશ્ર્વસનીયતા, મજબ્ાૂત નાણાંકીય માળખુ, અન્ો બ્ોન્કોના સામાજિક ઉત્તર દૃાયિત્વ પર ટકેલું છે પરંતુ હવે આ વિશ્ર્વાસ ધીરે ધીરે નબળો પડતો જણાય છે.
પ્રશ્ર્ન આ નથી કે, દૃેશમાં બ્ોન્કનું સ્ોકટર તદ્દન નિષ્ફળ થયું છે પરંતુ બાબત આ છે કે, બ્ોન્ક પોતાના મૂળ ચારિત્ર્યન્ો ભૂલી રહી છે બ્ોન્ક અને ખાત્ોદૃારોનો સંબંધ માત્ર લેણદૃાર અન્ો દૃેણદૃારનો નથી પરંતુ વિશ્ર્વાસ આધારિત ભાગીદૃારીનો છે.
જ્યારે કોઇ વ્યક્તિ બ્ોન્કમાં નાણાં જમા કરાવે છે ત્યારે ત્ો વ્યક્તિ પોતાના ભવિષ્યની સુરક્ષા બ્ોન્કના હાથમાં સોંપ્ો છે આથી બ્ોન્કની વ્યવસ્થાન્ો કાયમ માટે ન્ૌતિકતા, પારદૃર્શકતા અન્ો જવાબદૃારી વાળી બનાવવી જોઇએ અન્ો આવી જ અપ્ોક્ષા બ્ોન્કના ખાત્ોદૃારો બ્ોન્ક પાસ્ોથી રાખતા હોય છે. પરંતુ આજના સમયમાં ન્ૌતિકતા તથા વ્યવસાયિકતા વચ્ચેનું સંતુલન ડગમગી ગયું છે. બ્ોન્ક હવે માત્ર નાણાં એકત્ર કરવા અન્ો એ લીધેલા નાણાં લોન સ્વરૂપ્ો આપવા માત્ર એટલું કામ કરતી નથી પરંતુ રોકાણ, વીમો, તથા અન્ય નાણાંકિય બાબતોમાં સક્રિય ભાગ લઇ રહી છે.
સમસ્યા ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે વધુ લાભ કમાવવાની દૃોડમાં બ્ોન્કના ખાત્ોદૃારોનું હિત અને પારદૃર્શકતા પર ભાર આપવામાં આવતો નથી. હવે બ્ોન્કોનો વહીવટ વધુ આધુનિક ઢબ્ોથી ચાલી રહૃાો છે. આથી નાણાંકિય વ્યવહારોમાં પારદૃર્શકતા વધી છે.
પરંતુ બ્ોન્કો દ્વારા હવે વિવિધ સ્ોવાના નામે ખાત્ોદૃારો પાસ્ોથી ચાર્જ વસુલવામાં આવી રહૃાા છે. અને બ્ોન્કોએ જટિલ શરતો રાખતા ખાત્ોદૃારો પર વધુ આર્થિક બોઝ ઉભો થયો છે અનેક ખાત્ોદૃારોના ખાતામાંથી ત્ોમન્ો માહિતી આપ્યા વગર વિવિધ ચાર્જના સ્વરૂપમાં બ્ોન્કો દ્વારા નાણાં કાપી લેવામાં આવતા હોય છે.
આ કપાત સર્વિસ ચાર્જ, પ્ોનલ્ટી અથવા જો લોન લીધી હોય તો ત્ો સ્વરૂપમા હોય છે. સૌથી િંચતાજનક સ્થિતિ ત્યારે આવે છે જ્યારે કોઇ ખાત્ોદૃારે લોન લીધી હોય ત્ો બ્ોન્ક જે રકમ ઉધારે છે ત્ો ત્ોના લોન ખાતાના બદૃલે બચત ખાતું અથવા કરંટ ખાતામાંથી ઉધારવામાં આવતા ખાત્ોદૃારન્ો વધુ નુકસાન થતુ હોય છે. ઉપરાંત ખાત્ોદૃાર ખરેખર બ્ોન્કન્ો કેટલી રકમ આપવી જોઇએ ત્ો સમજી શકતા નથી આથી બ્ોન્ક સાથેનો પારદૃર્શક વ્યવહાર જે થવો જોઇએ ત્ો સમાપ્ત થાય છે.
આ માત્ર ટેકનીકલ સમસ્યા નથી પરંતુ આ વિચારધારાનું પરિણામ છે જેમાં ખાત્ોદૃારન્ો બ્ોન્કનો ભાગીદૃાર સમજવાના બદૃલે માત્ર નાણાં કમાવવાનું સાધન માની લેવામાં આવે છે.
ભારતમાં બ્ોન્કની વ્યવસ્થા એક માળખા સ્વરૂપમાં કાર્યરત છે આરબીઆઇ સમયે સમયે દૃરેક બ્ોન્કોન્ો જરૂરી આદૃેશ પણ આપ્ો છે તથા દૃેશમાં અલગ અલગ સંસ્થાઓ બ્ોન્કોના વ્યવહારો પર સતત નજર રાખતી હોય છે.
તાજેતરના વર્ષોમાં વ્યાજની ગણતરીન્ો વાસ્તવિક તારીખથી જોડવા, પ્ોનલ્ટીના સ્થાન્ો નિશ્ર્ચિત રકમ ઉધારવી તથા ખાત્ોદૃારોન્ો સ્પષ્ટ જાણકારી આપવી ત્ોવી બાબતોનો સુધારો કરવામાં આવ્યો છે. બ્ોન્કની સિસ્ટમ દ્વારા આ પગલું યોગ્ય છે પરંતુ વાસ્તવિક પડકાર ત્ોના અમલનો છે. જો બ્ોન્કમાં ન્ૌતિકતાનું બળ ઓછું હોય, તો નિયમો માત્ર કાગળ પર રહી જતાં હોય છે. બ્ોન્ક અને ખાત્ોદૃારો વચ્ચે સૌથી મોટી ખાઇ માહિતીની આપ-લેની હોય છે બ્ોન્કની જટિલ ભાષા અન્ો ટેકનીકલ શબ્દૃોન્ો ખાત્ોદૃારો સમજી શકતા નથી.
ઘણી વાર ખાત્ોદૃારોન્ો આ વાતની સમજ નથી હોતી કે ત્ોમણે બ્ોન્કની કઇ કઇ શરતોન્ો માન્ય રાખી છે અને કયા આધારે ત્ોમની પાસ્ોથી વિવિધ ચાર્જ વસુલ કરવામાં આવે છે આ સ્થિતિ માત્ર નાણાંકિય નહીં પરંતુ ન્ૌતિક સમસ્યાની છે.
હવે જ્યારે નિયમનકારી તંત્રની ઉણપો સામે આવે છે ત્યારે ન્યાયપાલિકા હસ્તક્ષેપ કરે છે કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, વધુ વ્યાજ દૃરો, છુપા બ્ોન્કના ચાર્જિસ, તથા અયોગ્ય વ્યવહાર બ્ોન્કના ખાત્ોદૃારોના અધિકારોનું ઉલ્લંઘન છે.
