વિઝા પ્રોસેસિંગ ટાઇમમાં કર્યો ઘટાડો;કેનેડાએ ભારતીયોને સુપર વિઝામાં આપી મોટી રાહત

નાઇજીરિયા અને અમેરિકા જેવા દૃેશોના અરજદૃારોને હવે લાંબી રાહ જોવી પડી શકે છે

કેનેડા જવાની ઈચ્છા રાખતા ભારતીય નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેનેડાના ઇમિગ્રેશન વિભાગ ’ઇમિગ્રેશન, રેયુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા’ દ્વારા અસ્થાયી નિવાસ વિઝા માટેના પ્રોસેિંસગ ટાઈમમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. નવી અપડેટ મુજબ, ભારત અને પાકિસ્તાનથી કરાયેલી કેટલીક વિઝા કેટેગરીની પ્રોસેિંસગ સ્પીડ પહેલા કરતા ઘણી ઝડપી બની છે, જ્યારે નાઇજીરીયા અને અમેરિકા જેવા દૃેશોના અરજદૃારોને હવે લાંબી રાહ જોવી પડી શકે છે.
નવા ડેટા અનુસાર, ભારતીય અરજદૃારોને સૌથી મોટો ફાયદૃો ’સુપર વિઝા’ કેટેગરીમાં મળ્યો છે. ભારતમાં સુપર વિઝાનો પ્રોસેિંસગ ટાઈમ ૧૬૦ દિૃવસથી ઘટીને હવે માત્ર ૧૧૭ દિૃવસ થઈ ગયો છે, એટલે કે સીધો ૪૩ દિૃવસનો ઘટાડો નોંધાયો છે. પાકિસ્તાન માટે પણ આ સમય ૧૦૭ દિૃવસથી ઘટીને ૭૫ દિૃવસ થયો છે. તેનાથી વિપરિત, અમેરિકાથી કરાયેલી સુપર વિઝા અરજીઓનો સમય ૧૦૩ દિૃવસથી વધીને ૧૧૫ દિૃવસ થયો છે.
વિદ્યાર્થીઓ માટે ’સ્ટડી પરમિટ’ ના મામલામાં ભારતનો પ્રોસેિંસગ ટાઈમ ૪ સપ્તાહ (૨૮ દિૃવસ) પર સ્થિર રાખવામાં આવ્યો છે, જે ઘણો ઝડપી છે. પાકિસ્તાન માટે આ સમય ૧૧ સપ્તાહથી ઘટીને ૭ સપ્તાહ થયો છે. જ્યારે ’વર્ક પરમિટ’ ની વાત કરીએ તો ભારત માટે આ સમયગાળો ૯ સપ્તાહ પર યથાવત છે. પાકિસ્તાનને વર્ક પરમિટમાં રાહત મળી છે અને તેમનો સમય ૮ સપ્તાહથી ઘટીને ૬ સપ્તાહ થયો છે, જ્યારે નાઇજીરીયાના લોકોને મોટો ઝટકો લાગ્યો છે, જ્યાં વર્ક પરમિટનો સમય ૬ સપ્તાહથી વધીને ૧૨ સપ્તાહ થઈ ગયો છે.
સામાન્ય પ્રવાસીઓ માટેના ’વિઝિટર વિઝા’ ની પ્રક્રિયામાં ભારત સહિત મોટાભાગના દૃેશો માટે વેઇિંટગ પીરિયડ થોડો વધ્યો છે.
ભારતીયો માટે વિઝિટર વિઝાનો પ્રોસેિંસગ ટાઈમ ૨૭ દિૃવસથી વધીને હવે ૨૮ દિૃવસ થયો છે. અમેરિકા માટે આ સમય ૨૨ થી વધીને ૨૫ દિૃવસ અને ફિલિપાઇન્સ માટે ૧૮ થી વધીને ૨૦ દિૃવસ થયો છે.
કેનેડાની અંદૃરથી જ સબમિટ કરાયેલી વિઝિટર વિઝા એપ્લિકેશનનો ટાઈમ પણ ૧૧ દિૃવસથી વધીને ૧૬ દિૃવસ થયો છે. કેનેડા સરકાર આ ફેરફારો દ્વારા ઇમિગ્રેશન સિસ્ટમને વધુ સુવ્યવસ્થિત કરવાનો પ્રયાસ કરી રહી છે.

રિલેટેડ ન્યૂઝ