હવાલા ઓપરેટરો અને બેનામી મિલકતોના માલિકોને પણ તપાસના દૃાયરામાં
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડ્ઢ)ની મુંબઈ ઝોનલ ઓફિસે અંડરવર્લ્ડ ડોન દૃાઉદૃ ઈબ્રાહિમના નજીકના સાથી અને આંતરરાષ્ટ્રીય ડ્રગ તસ્કર સલીમ ઈસ્માઈલ ડોલાના નેટવર્ક પર મોટી કાર્યવાહી શરૂ કરી છે. ઈડ્ઢની ટીમે મુંબઈ તેમજ ગુજરાતના સુરત, અંકલેશ્ર્વર અને રાજકોટ સહિત ૨૦ સ્થળોએ એકસાથે દૃરોડા પાડ્યા છે. આ ઓપરેશન મની લોન્ડિંરગ અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સની હેરાફેરીના કેસ અંતર્ગત હાથ ધરવામાં આવ્યું છે.આ કાર્યવાહી સલીમ ઈસ્માઈલ ડોલા અને તેના સાથીદૃારો દ્વારા ચલાવવામાં આવતા એવા ડ્રગ સિન્ડિકેટ સામે છે, જેનું નેટવર્ક કેટલાય દૃેશોમાં ફેલાયેલું છે અને તે હજારો કરોડ રૂપિયાના ડ્રગ્સ કારોબાર સાથે જોડાયેલું છે. ભારત સરકાર તાજેતરમાં જ સલીમ ડોલાને તુર્કિયેથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવી હતી. તપાસ એજન્સીઓ મુજબ, તે લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત માદૃક પદૃાર્થોનું નેટવર્ક ચલાવીને મોટા પાયે ગેરકાયદૃે કમાણી કરતો હતો.
ઈડ્ઢની આ તપાસ ડ્રગ્સ બનાવવા માટે વપરાતા પ્રીકર્સર કેમિકલ્સના સપ્લાયર્સ, કેમિકલ બિઝનેસના વચેટિયાઓ, સિન્થેટિક ડ્રગ મેફેડ્રોનના ઉત્પાદૃકો અને વિતરકો પર કેન્દ્રિત છે. આ સિવાય હવાલા ઓપરેટરો અને બેનામી મિલકતોના માલિકોને પણ તપાસના દૃાયરામાં લેવાયા છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડિંરગ એક્ટ (ઁસ્ન્છ), ૨૦૦૨ હેઠળ શરૂ કરાયેલી આ તપાસ મુંબઈમાં સલીમ ડોલા અને અન્ય આરોપીઓ સામે નોંધાયેલી અસંખ્ય હ્લૈંઇના આધારે શરૂ કરવામાં આવી છે.
