એમેઝોનએ તહેવારની સિઝન પૂર્વે પોતાના ઓપરેશન્સ નેટવર્કમાં અત્યાર સુધીનું સૌથી મોટું વિસ્તરણ કરવાની આજે ઘોષણા કરી છે, જેમાં 20 નવા ફુલફિલમેન્ટ સેન્ટર્સ (ઋઈત), 6 નવા સોર્ટ સેન્ટર્સ (જઈત), અને 150 નવા લાસ્ટ માઇલ ડિલીવરી સ્ટેશન્સનો સમાવેશ થાય છે. આ વિસ્તરણથી એમેઝોનની કુલ સંગ્રહ ક્ષમતા 50% વધીને 64 મિલીયન ક્યુબિક ફૂટ થઇ છે – જે 720 કરતા વધુ ઓલિમ્પીક સ્વીમીંગ પૂલ્સની સમકક્ષ છે. આ સુવિદ્યાઓનું સંચાલન લોજિસ્ટિક્સ ઉદ્યોગમાં અગ્રણીઓ છેલા વ્યૂહાત્મક ભાગીદારો દ્વારા કરવામાં આવશે, એક મહત્ત્વના પગલાં તરીકે દરેક નવા સોર્ટ સેન્ટર્સ અને સાત નવા ફુલફિલમેન્ટ સેન્ટર્સ મેટ્રો ઉપરાંતના મેટ્રો સિવાયના શહેરોમાં શરૂ કરવામાં આવી રહ્યા છે, જેમાં રાયપુર, રાંચી અને વારાણસીમાં સૌપ્રથમ એમેઝોન ઋઈનો સમાવેશ થાય છે, જેના પગલે દેશભમાં ટિયર 2 અને ટિયર 3 શહેરોમાં એમેઝોનનું ઓપરેશન્સ નેટવર્ક વધુ મજબૂત બનશે.
એમેઝોનના ભારત, એપીએસી, મિડલ ઇસ્ટ, તૂર્કીયે અને આફ્રિકાના ઓપરેશન્સના વીપી અભિનવ સિંઘએ જણાવ્યું હતું કે, એમેઝોન ખાતે અમારું ફોકસ હંમેશા ગ્રાહકો અને વિક્રેતાઓની નજીક જવાનું રહ્યું છે જેથી ઝડપથી અન વધુ વિશ્વસનીય રીતે સેવા પૂરી પાડી શકીએ. અમે ભારતના સૌથી મોટા, સૌથી વધુ સુરક્ષિત અને અત્યંત વિશ્વસનીય લોજિસ્ટીક્સ નેટવર્કમાં રોકાણ કરવાનું સતત રાખ્યું છે, જે દેશભરના ગ્રાહકોને સેવા પૂરી પાડે છે. ચાલુ વર્ષે અમે અમારા ઓપરેશન્સ નેટવર્કને વધુ મજબૂત બનાવવા અને અને અપગ્રેડ કરવા માટે તેમજ ટેકનોલોજી વિસ્તરણ માટે રૂ. 2,800 કરોડ (300 મિલીયન ડોલર)નું રોકાણ કરી રહ્યા છીએ, જે અમારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને શક્તિ આપે છે, તેની સાથે એસોસિયેટની સુરક્ષા, આરોગ્ય અને નાણાંકીય સુખાકારીને પણ ટેકો આપી રહ્યા છીએ. અમે અમારા ખાસ ફિલફિલમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરતા હોવાની સાથે અમે અમારા વ્યાપક નેટવર્કમાં પ્રોડક્ટ્સની બહોળી પસંદગીમાં પણ ઍક્સેસ વધારી રહ્યા છીએ, જેમાં ગ્રાહકોની જરૂરિયાતને પહોંચી વળવા માટે – અલબત્ત એમેઝોન નાઉ મારફતે મિનીટ્સમાં ડિલીવરીથી લઇને થોડા જ કલાકોમાં, સમાન દિવસે કે પછીના દિવસે ડિલીવરી જેવા વિકલ્પો ડિઝાઇન કરવામાં આવ્યા છે.
