હાયર એપ્લાયન્સિસ ઇન્ડિયા, સતત 17 વર્ષથી વિશ્વની નંબર 1 ગ્લોબલ મેજર એપ્લાયન્સિસ બ્રાન્ડ, એ ‘એલિવેટ વિથ હાયર’ ઇવેન્ટમાં તેની નવી એમ3 સિરીઝ વોશિંગ મશીન લોન્ચ કરી છે. આ વોશિંગ મશીનમાં એઆઈ મલ્ટી વોશ ટેક્નોલોજી સાથે ભારતનું એકમાત્ર ટ્રિપલ ડ્રમ આપવામાં આવ્યું છે, જે એક જ ઉપકરણમાં એકસાથે ત્રણ અલગ-અલગ પ્રકારની વોશિંગ પ્રક્રિયાઓ કરવાની સુવિધા આપે છે.
આ લોન્ચ અંગે હાયર એપ્લાયન્સિસ ઇન્ડિયાના સીઈઓશ્રી એન. એસ. સતીશે જણાવ્યું હતું કે, આજની જીવનશૈલી સતત બદલાઈ રહી છે અને ગ્રાહકો ઘરનાં ઉપકરણો પાસેથી વધુ સુવિધા, કાર્યક્ષમતા અને તેમની જરૂરિયાતોને અનુરૂપ ઉકેલોની અપેક્ષા રાખે છે. એમ3 સિરીઝ સાથે અમે લોન્ડ્રી કેરમાં એક નવીન અભિગમ રજૂ કરી રહ્યા છીએ, જેમાં ટ્રિપલ ડ્રમ ટેક્નોલોજી અને એઆઈ વોશિંગ ઇન્ટેલિજન્સનું સંયોજન છે. આ નવીનતા ગ્રાહકોને એક જ ઉપકરણમાં વધુ સુવિધા અને પ્રીમિયમ લોન્ડ્રી કેરનો અનુભવ આપે છે. આ લોન્ચ અમારા પ્રીમિયમ પ્રોડક્ટ પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને પણ પ્રતિબિંબિત કરે છે.
એમ3 સિરીઝને આધુનિક ભારતીય પરિવારોની બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. તેના ત્રણ સ્વતંત્ર ડ્રમ એકસાથે કામ કરે છે, જેથી વપરાશકર્તાઓ એક જ સમયે અલગ-અલગ પ્રકારનાં કપડાં ધોઈ શકે છે. આમાં એઆઈ વોશ ટેક્નોલોજી દરેક લોડ અનુસાર વોશ સાઇકલને અનુકૂળ બનાવે છે, જ્યારે 216 ળળનો ઇન્ડસ્ટ્રીમાં અગ્રણી અલ્ટ્રા-વાઇડ ડ્રમ વ્યાસ વધુ સુવિધાજનક વોશિંગ અનુભવ પ્રદાન કરે છે.
