શેલ્ઝ ઈન્ડિયા લિમિટેડ, “હગ્સ” અને “ટોસ્કા” બ્રાન્ડ નામ હેઠળ ક્ધફેક્શનરી મેન્યુફેક્ચરિંગ કરતી કંપનીએ 15 ઓક્ટોબર, 2026ના રોજ તેનો ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ ખોલવા જઈ રહી છે, જેનું લક્ષ્ય બીએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર લિસ્ટ કરવામાં આવનારા શેર સાથે રૂા.59.97 કરોડ એકત્ર કરવાનું છે.
આ ઇશ્યુની સાઇઝ રૂા.59.97 કરોડ છે, જેમાં રૂા.10નું અંકિત મૂલ્ય ધરાવતા 33,50,400 ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યુ સામેલ છે અને તેની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂા.170 – રૂા.179 છે.
ઇક્વિટી શેરની ફાળવણી
ક્યુઆઈબી (એન્કર પોર્શન સહિત) – નેટ ઇશ્યુના 50%થી વધુ નહીં
નોન-ઈન્સ્ટિટ્યુશનલ બિડર્સ – નેટ ઇશ્યુના 15%થી ઓછું નહીં
ઇન્ડિવિડ્યુઅલ બિડર્સ – નેટ ઇશ્યુના 35%થી ઓછું નહીં
આ આઈપીઓમાંથી પ્રાપ્ત થતી ચોખ્ખી રકમનો ઉપયોગ અમુક બાકી દેવાની સંપૂર્ણ અથવા આંશિક ચુકવણી કે અગાઉથી ચુકવણી કરવા, વધારાની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા, સામાન્ય કોર્પોરેટ હેતુઓ અને ઇશ્યુ સંબંધિત ખર્ચાઓ માટે કરવામાં આવશે. એન્કર બિડિંગ બુધવાર, 14 ઓક્ટોબર, 2026ના રોજ છે. ઇશ્યુ ગુરૂવાર, 15 ઓક્ટોબર, 2026ના રોજ ખુલશે અને સોમવાર, 19 ઓક્ટોબર, 2026ના રોજ બંધ થશે.
આ ઇશ્યુ માટેના બુક રનિંગ લીડ મેનેજર સોક્રાડામસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ છે અને રજિસ્ટ્રાર બિગશેર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ છે. માનસી શેર એન્ડ સ્ટોક બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યુ માટે માર્કેટ મેકર છે.
