બોલીવુડની અભિનેત્રી નિમ્રત કૌરે નાગેશ્ર્વર જયોતિર્લિંગ શીશ ઝુંકાવ્યું

અભિનેત્રીએ કાળિયા ઠાકર અને ભોળાનાથના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી

બોલીવુડની ખ્યાતનામ અદાકારા નિમ્રત કૌરે યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ મંદિર તેમજ નાગેશ્વર જયોતિર્લિંગ મંદિરની મુલાકાત લીધી હતી અને કાળિયા ઠાકોર તેમજ નાગેશ્વર દાદાના આશીર્વાદ મેળવ્યા હતા. આ સાથે તેમણે સોમનાથ દાદાના પણ દર્શન કર્યા હતા.
હાલમાં ઉનાળુ વેકેશન ચાલી રહયુ છે ત્યારે સૌરાષ્ટ્રના જાણીતા તીર્થસ્થાનો એવા યાત્રાધામ દ્વારકા તેમજ જયોતિર્લિંગ સોમનાથ મહાદેવ તથા નાગેશ્વર મહાદેવ મંદિરે એક તરફ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે, ત્યારે બીજી તરફ સેલીબ્રીટીઝ પણ તીર્થ સ્થાનોની મુલાકાતની સાથે સૌરાષ્ટ્રના પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે.
આશરે એકાદ માસ સુધી ચાલનારા ઉનાળુ વેકેશનમાં પણ આગામી દિવસોમાં દેશના અન્ય ભાગોમાં ભારે તાપનો પ્રકોપ છે. ત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલ રમણીય અને પર્યટનલક્ષી સ્થળોની મુલાકાતે વધુમાં વધુ પ્રવાસીઓ આવશે તેવો આશાવાદ વ્યક્ત કરાઈ રહ્યો છે.

રિલેટેડ ન્યૂઝ