દિગ્ગજ અભિનેતા અનંત નાગને દાદાસાહેબ ફાળકે એવોર્ડ 2024થી સન્માનિત કરાશે

ભારતીય સિનેમામાં અજોડ અને અદ્ભુત યોગદાન આપનાર પ્રખ્યાત કન્નડ અભિનેતા અને ભૂતપૂર્વ રાજકારણી અનંત નાગને પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે પુરસ્કાર 2024 આપવાની જાહેરાત કરવામાં આવી છે. ભારત સરકાર અને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) દ્વારા આ અંગેની સત્તાવાર માહિતી શેર કરવામાં આવી છે.

22 સપ્ટેમ્બરે કેવડિયા ખાતે અપાશે સન્માન દાદાસાહેબ ફાળકે પુરસ્કાર પસંદગી સમિતિની ભલામણના આધારે અનંત નાગના નામની પસંદગી કરવામાં આવી છે. 22 સપ્ટેમ્બર, 2026ના રોજ ગુજરાતના કેવડિયા ખાતે યોજાનારા 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ (National Film Awards) દરમિયાન તેમને આ સર્વોચ્ચ સિનેમા સન્માન એનાયત કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યા અભિનંદન આ મહત્ત્વપૂર્ણ સિદ્ધિ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનેતા અનંત નાગને ખાસ શુભેચ્છા પાઠવી હતી. PM મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, “દિગ્ગજ અભિનેતા અનંત નાગજીને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. દાયકાઓથી તેમના સહજ અભિનય અને અદ્ભુત પ્રતિભાએ ભારતીય તથા ખાસ કરીને કન્નડ સિનેમા પર એક ઊંડી છાપ છોડી છે. તેમણે દરેક ભૂમિકામાં જીવ રેડ્યો છે.”

300થી વધુ ફિલ્મોમાં કરી ચૂક્યા છે કામ 4 સપ્ટેમ્બર, 1948ના રોજ જન્મેલા અનંત નાગની સિનેમેટિક સફર દાયકાઓ લાંબી રહી છે. તેમણે પોતાની કારકિર્દીમાં 300થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. કન્નડ ઉપરાંત તેમણે હિન્દી, મલયાલમ, તેલુગુ, મરાઠી અને તમિલ જેવી અનેક ભાષાઓની ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ ભજવી છે.

તેમની સુપરહિત અને યાદગાર ફિલ્મોમાં ‘મુંગારુ માલે’, ‘ગૌરી ગણેશ’, ‘મંથન’, ‘ગોધી બન્ના સાધારણ માયકટ્ટુ’ અને ભારતભરમાં ધૂમ મચાવનાર ‘KGF ચેપ્ટર 1 અને 2’નો સમાવેશ થાય છે.

રિલેટેડ ન્યૂઝ