જામનગરમાં 566 લાભાર્થીઓને આવાસ અર્પણ

(પ્રતિનિધિ દ્વારા) જામનગર તા.18
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજ્યવ્યાપી ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં વડાપ્રધાન દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના 1.41 લાખ આવાસોનું લોકાર્પણ તથા મુખ્યમંત્રી માતૃ શક્તિ યોજના, પોષણ સુધા યોજન સહિત રૂ. 21 હજાર કરોડના લાભો લોકાર્પિત કરાયા હતા. વડોદરા ખાતેના આ કાર્યક્રમને સમાંતર જામનગરના આયુર્વેદ યુનિવર્સીટીના ઓડિટોરિયમ હોલ ખાતે પણ સાસંદ પૂનમબેન માડમ ની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં સાંસદ તથા અન્ય મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોના 566 આવાસો લોકાર્પિત કરાયા હતા આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી તેમને આવકાર્યા હતા. જયારે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી રાયજાદાએ કાર્યક્રમની આભારવિધિ કરી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મૂંગરા, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ભરતભાઈ બોરસદીયા, સામાજિક ન્યાય સમિતિના અધ્યયક્ષા ગોમતીબેન ચાવડા, જિલ્લા પંચાયત સિંચાઇ સમિતિના ચેરમેન વિનુભાઇ વડોદરીયા, જિલ્લા પંચાયત સદસ્ય સુરૂભા સહિતના પદાધિકારીશ્રીઓ, અધિકારી ઓ તથા બહોળી સંખ્યામાં જિલ્લાના નાગરિકો ઉપસ્થિત રહયા હતા.

રિલેટેડ ન્યૂઝ