વડીયાના લુણીધારથી ભાવનગરની લોકલ ટ્રેનનો પ્રારંભ

વડાપ્રધાને ઇ-લોકાર્પણ કરતા સાંસદ કાછડીયાએ લીલી ઝંડી આપી

જેનુ સમયપત્રક નીચે મુજબ રહેશે
ભાવનગરથી લુણીધાર

  1. સવારે 5:00 કલાકે ભાવનગર થી ઉપડશે અને સવારે 7:35 કલાકે લુણીધાર પહોંચશે.
    2.બપોરના 2:20 કલાકે ભાવનગર થી ઉપડશે અને બપોરના 16:50 કલાકે લુણીધાર પહોંચશે.
    લુણીધારથી ભાવનગર
  2. સવારે 10:00 કલાકે લુણીધારથી ઉપડશે અને બપોરના 12:30 કલાકે ભાવનગર પહોંચશે.
  3. સાંજના 07:35 કલાકે લુણીધારથી ઉપડશે અને રાત્રીના 10:35 કલાકે ભાવનગર પહોંચશે.

(પ્રતિનિધિ દ્વારા)
વડીયા,તા.18
વડીયાન છેવાડાના ગામ ગણાતા લુણીધાર રેલવે સ્ટેશન ખાતેથી લોકલ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. તેનુ ઇ-લોકાર્પણ વડાપ્રધાન દ્વારા કરાતા સાંસદ કાછડીયાએ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
વડિયા કુંકાવાવ તાલુકા ભાજપ કાર્યકરો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જીલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન મોવલીયા જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા ડો ભરત કાનાબાર જીલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ રાંક તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અટાળા શૈલેષ ઠુંમર સહિતના કાર્યકરોએ રેલવે સ્ટેશન ખાતે ઉપસ્થિત રહી કાર્યકમ ને સફળ બનાવ્યો હતો આ તકે સાંસદ નારણભાઇ કાછડીયા એ જણાવ્યું હતું કે લુણીધારથી થી ભાવનગર દરરોજ ટ્રેન વ્યવહાર આજથી શરૂ કરવામાં આવી છે
જેમ કે તમે બધા જાણો છો કે છેલ્લા બે ત્રણ વર્ષથી ઢસા અને જેતલસર વચ્ચે મીટરગેજને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવાનું કામ ચાલુ છે. જેનુ ઢસા થી લૂણીધાર સુધીનું કામ સંપૂર્ણપણે થઈ ગયેલ છે.
મને જણાવતા આનંદ થાય છે કે સરકારે ભાવનગરથી લુણીધાર વચ્ચેની લોકન ટ્રેન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ સુવિધાથી ઘણા મુસાફરોને ભાવનગર અને વચ્ચે આવતા ગામે જવા માટે મદદ કરશે. આ ટ્રેન ચિતલ, ખિજડિયા જં, લાઠી, ઢસા જં, જાળિયા, ધોળા જં, સણોસરા, સોનગઢ, શિહોર જં, ખોડિયાર મંદિર (રાજપરા), વરતેજ, ભાવનગર પરા સ્ટેશનો પર ઊભી રહેશે..

રિલેટેડ ન્યૂઝ