કાલે બહેનો માટે સીટીબસમાં મફત મુસાફરીની જાહેરાત

રક્ષાબંધન નિમિતે બસમાં મફત મુસાફરી

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ,તા.9
મહાપાલિકા દ્વારા ગુરૂવારના રોજ રક્ષાબંધનના પવિત્ર પ્રસંગે બી.આર.ટી.એસ. રૂૂટ પર તથા શહેરમાં ચાલતી સિટી બસમાં બહેનોને ફ્રી બસ સેવા પુરી પાડવામાં આવશે. મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા એક યાદીમાં જણાવે છે કે, રાજકોટ શહેરના લોકોને શહેરી પરિવહન સેવા પુરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં હાલમાં 90 સિટી બસ તથા 18 ઇલેકટ્રીક એ.સી. બસ દ્વારા બી.ોઆર.ટી.એસ. બસ સેવા પુરી પાડવામાં આવી રહેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિશ્ર્વ મહિલા દિવસ, ભાઈબીજ અને રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિતે સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવામાં બહેનો માટે દરવર્ષની પરંપરા
મુજબ ફ્રી સેવા પુરી પાડવા નક્કી કરવામાં આવેલ છે. ચાલુ વર્ષે પણ આગામી તા.11/08/2022 ગુરૂૂવારના રોજ રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે કોઈપણ રૂૂટ પર ગમે તેટલી વખત ફક્ત બહેનો નિ:શુલ્ક મુસાફરી કરી શકશે. શહેરની બહેનો રક્ષાબંધન પ્રસંગ માટે સિટી
બસની ફ્રી સેવાનો લાભ લેવા મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તથા કમિશનરએ અપીલ કરેલ છે.

રિલેટેડ ન્યૂઝ