માતાના મઢે દર્શન કરી પરત જતાં દર્શનાર્થીને અકસ્માત: વાંકાનેરના ચારને કાળ ભેટ્યો

અજાણ્યા વાહને છકડો રિક્ષાને ઠોકરે ચડાવતા ત્રણ મહિલા સહિત પાંચ ગંભીર

બે મહિલા સહિત પાંચ હજુ સારવાર તળે
સવીતાબેન કાનજીભાઈ સોલંકી (ઉ.વ.55)
પપુભાઈ વસતાભાઈ પંસારા (ઉ.વ.35)
રસીલાબેન રસીકભાઈ કુડીયા (ઉ.વ.28)
બાબુભાઈ પપુભાઈ પંસારા (ઉ.વ.15)
જાગૃતીબેન મુકેશભાઈ સોલંકી (ઉ.વ.15)

અકસ્માતમાં મૃત્યુ પામેલા મુસાફરોની યાદી
અનોજ પપુભાઈ પંસારા (ઉ.વ.8)
જયદીપ રસિકભાઈ કુંડીયા (ઉ.વ.8)
રસીક કેશુભાઈ કુંડીયા (ઉ.વ.20)
કાનજીભાઈ ગગજીભાઈ સોલંકી (ઉ.વ.60)

અજાણ્યા વાહને છકડો રિક્ષાને ઠોકરે ચડાવતા ત્રણ મહિલા સહિત પાંચ ગંભીર
(પ્રતિનિધિ દ્વારા)
ગાંધીધામ તા.23
ગાંધીધામ મા આશાપુરાના દર્શનાર્થે માતાનામઢ ખાતે સેકડો પ્રવાસીઓ પગપાળા અને પોતાના વાહનોથી જઈ રહ્યા છે ત્યારે ગઈકાલે રાત્રે સાડા આઠ વાગ્યાના અરસામાં માતાનામઢ દર્શન કરી છકડામાં પરત ફરી રહેલા નવ જણાને પડાણા સર્વિસ રોડ પર અકસ્માત નડયો હતો. જેમાં બે માસુમ બાળકના ઘટના સ્થળે મોત થયા હતા જયારે સારવાર વેળાએ વધુ બેના મોત થયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે જયારે ત્રણ મહિલા સહિત પાંચને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા. જેમાં અમુક અમુક ઈજાગ્રસ્તોની હાલત હજુ પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
વાંકાનેર વિસ્તારના દર્શનાર્થીઓ માતાનામઢથી પરત પોતાના વતન જઈ રહ્યા હતા, દરમિયાન રાત્રે સાડા આઠ વાગ્યાના અરસામાં પડાણા નજીક અજમેરી હોટેલ પાસે માલવાહક છકડાને પાછળ અજાણી ટ્રક અથવા ટ્રેલરે ટક્કર મારતા ગંભીર અકસ્માત થયો હતો અને છકડો સાઈડમાં પલટી ગયો હતો. અજાણયો વાહન અકસ્માત સર્જી નાસી છુટયો હતો જયારે છકડામાં સવાર બે બાળકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જો કે સાવરાર વેળાએ વધુ બે મુસાફરોના મોત થયા હતા અને હાલ કુલ પાંચ ઈજાગ્રસ્તોની સારવાર ચાલુમાં હોવાનું બી ડીવીઝન પોલીસે જણાવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ