ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, નેતાઓ, આગેવાનો, આમ જનતાએ ઉજવ્યો મોદીનો જન્મ દિન
વડાપ્રધાનના જન્મ દિને વિવિધ શહેરો, ગામોમાં, રકતદાન સર્વ રોગ, નિદાન સારવાર કેમ્પ: હોસ્પિટલોમાં દર્દીઓને ફુટ વિતરણ, યોગ શિબિર, ગરીબો – બટુકોને ભોજન, ફુટ પેકેટ વિતરણ, સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય, ધાર્મિક સ્થળોએ પીએમના દીર્ધાયુ માટે પુજા, પ્રાર્થના, યજ્ઞ સહીતના સેવાકીય સામાજીક કાર્યકમો યોજાયા: પી.એમ. વિશ્ર્વકર્મા યોજના અંગે માહીતી અપાય.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73માં જન્મ દિવસની સૌરાષ્ટ્રના વિવિધ શહેરો ગામોમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો, આમ જનતા દ્વારા ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી, વડાપ્રધાનના જન્મ દિને રકતદાન કેમ્પ, સર્વરોગ નિદાન સારવાર કેમ્પ, હોસ્પિટલોમાં દર્દીઓને ફુટ વિતરણ, ગરીબો બટુકોને ભોજન, ફુડ પેકેટ વિતરણ, સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય, ધાર્મિક સ્થળોએ વડાપ્રધાન મોદીના તંદુરસ્ત દીર્ધાયુ માટે પ્રાર્થના, યજ્ઞ, મહાપુજા, વૃક્ષારોપણ સહીતના વિવિધ સેવાકીય, સામાજીક કાર્યક્રમો યોજાયા હતા. પી.એમ. વિશ્ર્વકર્મા યોજના અંગે માહીતી અપાઇ હતી.
ધ્રાંગધ્રા
દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીની 73મા જન્મ દિન નિમિતે દેશભરમાં વિવિધ સામાજીક કાયઁક્રમો હાથ ધરાયા હતા જેમા ધ્રાંગધ્રા સરકારી હોસ્પીટલ ખાતે જન ઔષધી કેન્દ્રનુ ઉદ્ઘાટરન કરાયુ હતુ જેમા પુવઁ કેબીનેટ મંત્રી આઇ.કે.જાડેજાના હસ્તે કેન્દ્રનુ ઉદ્ઘાટરન થયુ હતુ. આ સાથે ભારતીય જનતા પાટીઁ દ્વારા સરકારી હોસ્પીટલ ખાતે દદીઁઓને ફ્રુટ વિતરણ કયાઁ બાદ સમગ્ર શહેરની બજારમા સ્વચ્છતા અભિયાન હાથ ધયુઁ હતુ. જ્યારે બપોરના સમયે શહેરના સુરજ પાવઁતિ ભોજનાલય ખાતે ગરીબ પરીવારોને ભોજન કરાવી વડા પ્રધાનના લાંબા અને તંદુરસ્ત આયુષ્ય માટે પ્રાથઁના કરી હતી.
કાલાવડ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં જન્મદિવસ નિમિત્તે કાલાવડ તાલુકાના સુરસાંગળા ખાતે ભારતીય જનતા પાર્ટી કાલાવડ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. સૌપ્રથમ જગ્યા ના મહંત વાલદાસ બાપુનુ સાલ ઓઢાડી સન્માન કર્યા બાદ દીપ પ્રાગટ્ય કરી બ્લડ ડોનેશન કેમ્પની શરૂઆત કરવામાં આવેલ હતી. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવેલ હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં 76,કાલાવડનાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા ભાજપ મહામંત્રી અભિષેકભાઈ પટવા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી સંજયભાઈ ડાંગરિયા, કાલાવડ શહેર ભાજપ પ્રમુખ હસુભાઈ વોરા, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ભૂમિતભાઈ ડોબરીયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગાંડુભાઈ ડાંગરિયા, તાલુકો પંચાયતના પ્રમુખ જેન્તીભાઈ પાનસુરીયા, તાલુકા ભાજપના મહામંત્રી છગનભાઈ સોરઠીયા, તાલુકા ભાજપના ઉપપ્રમુખશ્રી રાજુભાઈ મારવિયા, નિકાવા જિલ્લા પંચાયત સીટનાં ભાવેશભાઈ વિરડીયા, કાલાવડ તાલુકા અને શહેર યુવા ભાજપ ટીમ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓએ હાજરી આપેલ.
માળિયા હાટિના
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસની આજે માળિયા હાટીનામાં દબદબાભેર ઉજવણી કરવામાં આવી છે. સરદાર પટેલ વોલન્ટરી બ્લડ બેન્ક દ્વારા રક્તદાન કેમ્પ અને બ્લડ ગ્રુપીંગ કેમ્પ તેમજ રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ રિઝવાન આડતિયા ફાઉન્ડેશન ડોક્ટર આભા બેન આર શેઠ અને આશીર્વાદ ચેરીટેબલ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે વણિક મહાજન વંડી ખાતે રક્તદાન કેમ્પ બ્લડ ગ્રુપીંગ કેમ્પ તેમજ નેત્ર નિદાન ઓપરેશન કેમ્પ નું આયોજન કરેલ છે આ કેમ્પમાં પૂર્વ ધારાસભ્ય અને માળીયા તાલુકા ના પ્રભારી વંદનાબેન મકવાણા જિલ્લા કારોબારી સમિતિના ચેરમેને દિલીપસિંહ એન સિસોદિયા તાલુકા પંચાયત ના પ્રમુખ આશિષભાઈ લાડાણી તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ રણજીતસિંહ યાદવ તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઈ ભાલોડીયા સરપંચ જીતુભાઈ સિસોદિયા હમીરસિંહભાઈ સિસોદિયા મહેન્દ્ર ભાઈ ગાંધી ડી કે સિસોદિયા જિલ્લા પંચાયત ના સદસ્ય વરજાંગ ભાઈ કરમતા રાજેન્દ્ર સિંહ જેઠવા જે કે કાગડા પ્રકાશ ભાઈ રાઠોડ ચંદુભાઈ મકવાણા બહાદુરસિંહ કાગડા રાજુભાઈ દેસાઈ ભાજપ ના અન્ય આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
સાવરકુંડલા
સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભાજપ દ્વારા આયોજિત ભારતના માનનીય વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીના 73 માં જન્મ દિવસ નિમિત્તે દીર્ધ યાયુષ્યનું અટલધારા મહેશભાઈ કસવાળા ધારાસભ્યની ઓફિસે આયોજન થયેલ. તેમાં વિજયસિંહ વધેલા , જીવનભાઈ વેકરિયા, કિશોરભાઈ બુહા, મેહુલભાઈ ત્રિવેદી (નગરપાલિકા પ્રમુખ), શરદભાઈ પંડિયા, પ્રદીપભાઈ દોશી, જીતુભાઇ કાછડિયા (તાલુકા પંચાયત પ્રમુખ), પુનાભાઈ ગજેરા, અનિરુદ્ધસિંહ તેમજ ધર્મપ્રેમી સાવરકુંડલા ની જનતા હાજર રહી હતી.
વાંકાનેર
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73માં જન્મદિવસની દેશભરમાં હરખભેર ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા પણ ઙખ મોદીના જન્મદિવસ અંતર્ગત અનેક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે રાજયસભાના સાંસદ કેસરીદેવસિંહએ વાંકાનેરના ગાયત્રી શક્તિપીઠ ખાતે વડાપ્રધાનના જન્મદિનની ઉજવણી કરી હતી.વાંકાનેરના ગાયત્રી શક્તિપીઠ ખાતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યજ્ઞમાં રાજયસભાના સંસદમાં કેસરીદેવસિંહ ઝાલા તેમજ ઉપસ્થિત સૌ કોઈ આગેવાનો દ્વારા પ્રધાનમંત્રીના નિરામય દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી તથા અહીંની સરકારી હોસ્પિટલ ખાતે દર્દીઓને ફૂડ પેકેટનું વિતરણ કરીને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓને મોદી સરકાર દ્વારા મળેલા લાભો બદલ પ્રધાનમંત્રી પ્રત્યે આભારની લાગણી પ્રગટ કરીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.
હળવદ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિવ્યાંગજનોને આત્મતનિર્ભર થવા માટે કટિબદ્ધ થયા છે ત્યારે તેમના પૂરક બનવા હળવદ નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થા દ્વારા એક અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં નવજીવન દિવ્યાંગ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું સાથે સાથે હળવદ તાલુકાના સમાજશ્રેષ્ઠિઓનુ સન્માન સમારંભ અને ગુજરાત ના પનોતપુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, એપીએમસીના ચેરમેન રજનીભાઈ સંઘાણી, હળવદ તાલુકા ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, સેન્ટરના ઉદ્ઘાટક અને દાતા ઈશ્વરભાઈ મગનભાઈ પટેલ, રાજુભાઈ પ્રેમજીભાઈ પટેલ, હીરાભાઈ મીર, બીપીનભાઈ દવે, મનસુખભાઈ પટેલ.ગોપાલભાઈ ઠક્કર, સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
હળવદ માર્કેટ યાર્ડ
હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે આપણા ગુજરાતના પનોતા પુત્ર,દેશના યશસ્વી વડાપ્રધાન અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા, ખેડૂત મિત્રોના ખેત ઉત્પન્ન ની ઉતરાઈ માટે વિશાળ શેડમાં મહા પૂજા કરી લોકાર્પણ કરવામાં આવ્યો અને માનનીય વડાપ્રધાનના જન્મદિવસ ની યાદગીરી રૂપે આ નવા સેડનુ નામકરણ નસ્ત્રનમો ઓક્ષન નસ્ત્રનામ આપવામાં આવ્યું હતું, હળવદ માર્કેટ યાર્ડ – દ્વારા ખેડૂત અકસ્માત વીમા યોજના અંતર્ગત તાલુકાના ખેડૂત પરિવારને પ્રીમિયમ વગર ચૂકવાય છે 1 લાખ રૂપિયાનો અકસ્માત વીમો અને ળબબત માં અભ્યાસ કરતા ખેડૂત દીકરા દીકરીને વાર્ષિક 20000 રૂપિયાની પ્રોત્સાહક સહાય ચુકવવામાં આવે છે. જે અંતર્ગત 6 ખેડૂત પરિવાર ને વીમો અને 15 વિદ્યાર્થીઓને સ્કોલશીપ ના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, પૂર્વ મંત્રી બીજેશભાઈ મેરજા, હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રજનીભાઈ સંઘાણી, પૂર્વ ચેરમેન રણછોડભાઈ પટેલ, હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, સહિતના રાજકીય આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
માંગરોળ
માંગરોળ તાલુકા શહેર કિસાન મોરચા ભાજપ દ્વારા આત્મનિર્ભર ભારતના પ્રણેતા, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમતે સેવા પખવાડિયા અંતર્ગત આયોજિત કામનાથ મુકામે ગણપતિ બાપા ના મંદિરની સામેના પટાંગણમાં સ્વચ્છતા અભિયાન નો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં કિસાન મોરચાના જિલ્લાના આગેવાન માનસિંગભાઈ ડોડીયા, માંગરોળ તાલુકા કિસાન મોરચાના પ્રમુખ સુદાભાઈ કોડીયાતર માંગરોળ તાલુકા ભાજપ પ્રમુખ દાનાભાઈ બાલાસ તાલુકા ભાજપ મહામંત્રી દાનાભાઈ ખાંભલા, અરજણભાઈ આતરોલીયા પ્રકાશભાઈ સોચા વગેરે કાર્યકર્તા પ્રતિકાત્મક રૂપે સાવરણા થી સફાઈ કરી આ અભ્યાનને સફળ બનાવવા પ્રયત્ન કરેલ…
લોએજ
માંગરોળ તા.17/09/2023 ને રવિવારે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાન સેવક માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 73 મા જન્મ દિવસ નિમીતે પુરા દેશ ભરમાં 15 ઓક્ટોબર સુધી નસ્ત્રસ્વચ્છતા હી સેવા નસ્ત્ર ના કાયેક્રમો થવાના છે ત્યારે ડો.વેજાભાઈ એમ.ચાંડેરા ક્ધવીનર જૂનાગઢ જિલ્લા ભાજપ શિક્ષક સેલ અને શ્રી બક્ષીપંચ કુમાર છાત્રાલય લોએજ તા.માંગરોળના છાત્રો દ્વારા શ્રીમતી વી.એમ.ચાંડેરા આટેસ,કોમસે,સાયન્સ એન્ડ ગૃપ ઓફ કોલેજીસ કેમ્પસમાં વૃક્ષારોપણ અને સફાઈ કરવામાં આવી આ કાયેક્રમમાં જિલ્લા અધ્યક્ષ ભારતીય કિસાન સંઘ ગોવિંદભાઈ ચોચા, અરજનભાઈ નંદાણિયા કિસાન સંઘ મંત્રી, ગોવિંદભાઈ નંદાણિયા સી.આર.સી. આંત્રોલી,વરજાંગભાઈ ચાંડેરા,ગોકુલ ગૃપના રાજુભાઈ નંદાણિયા,દિપકભાઈ એરડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા..
ખંભાળિયા
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 73 મા જન્મદિવસ નિમિત્તે ઉજવણીના ભાગરૂપે ખંભાળિયામાં તારીખ 16 અને 17 ના રોજ બે દિવસ માટે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ખંભાળિયા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કરવામાં આવેલા આ ભવ્ય આયોજનમાં નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સાથે તમામ નગરપાલિકાના સભ્યો, જિલ્લા રમત વિકાસ અધિકારી હીતેશભાઈ પ્રજાપતિ તેમજ રમત ગમત અધિકારી કચેરીના ચૌધરી સહિતના આગેવાનો તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકો અને શહેરના નાગરિકોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના યોગ કોર્ડીનેટર ધનાભા જડિયા, યોગ કોચ લખનભાઈ વારોતરીયા, પતંજલી મહીલા પ્રભારી રેશ્માબેન ગોકાણી,હેતલબેન બારાઈ, રીનાબેન શેખાવત, ખીમભાઈ નકુમ, દિપ્તીબેન પાબારી, અમિત ગોહેલ, સન્ની પુરોહિત વિગેરેએ ખાસ ઉપસ્થિત રહી અને કાર્યક્રમોને સફળ બનાવવામાં મદદરૂપ થયા હતા.
દિવ્યાંગો સાથે મોદીના
જન્મદિવસની ઉજવણી
ખંભાળિયામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 73 માં જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અહીંના જલારામ મંદિર ખાતે કરવામાં આવેલી આ ઉજવણીમાં દિવ્યાંગો તેમજ વિદ્યાર્થીનીઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ સાથે જિલ્લા ભાજપ, શહેર ભાજપ, નગરપાલિકા સભ્યો, શહેરના પ્રભારીઓ જિલ્લા પ્રભારીઓ લોકસભા વિસ્તારક હાજર રહ્યા હતા. જિલ્લા ભાજપ દ્વારા કાર્યકરો સાથે મોં મીઠાં કરી, દિવ્યાંગો તેમજ વિદ્યાર્થીનીઓને મીઠાઈના પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા.આ આયોજનમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, જિલ્લા મંત્રી નિમિષાબેન નકુમ, નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી સાથે આગેવાનો હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા.
દીવ
વડાપ્રધાન નેરન્દ્રમોદીનો આજે જન્મદિન હોય જેથી સમગ્ર દીવ જીલ્લામાં ઉજવણી થઇ જેમાં સવારે ગંગેશ્ર્વર મહાદેવ મંદિર કૂદમ ખાતે પૂજ-અર્ચના કરવામાં આવી દીવ સરકારી હોસ્પિટલમાં બલ્ડ ડોનેટ કાર્યક્રમ યોજાયો જેમાં દીવ કલેકટર ભાનુપ્રભા મેડમ અને એડીએમ વિવેક કુમારે પણ રકતજાન કયુ હતુ અને સવારે 11:00 કલાકે મલાલા ચોડિશેરિપય ખાતે પીએમ વિશ્ર્વકમાં યોજનાનો લાઇવ કાર્યક્રમ થયો જેમાં પ્રથમ પ્રશાસક પ્રફુલ પટેલ સાહેબે દા.ન.હ.ખાતે યોજાયેલ ભવ્ય કાર્યક્રમમાં પ્રદેશની જનતાને સંબોધન કર્યુ અને પી.એમ વિશ્ર્વકર્મા યોજના વિષે વિસૃતમાં માહિતી આપી આ પી.એમ.વિશ્ર્વકર્મા યોજના માં 18 પ્રકારના પાંરપરિક, કારીગરો-શિલ્પકારોને લાભો મળશે તે જણાવ્યું હતું.
મેંદરડા
મેંદરડા ખાતે વડાપ્રધાન ના જન્મદિવસે ગ્રામ પંચાયત ના તમાંમ સફાઈ કામદારો માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો.તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષતામાં ગ્રા.પં ના તમામ સફાઇ કામદારોના હેલ્થ ચેકઅપ માટે રવીવાર ના રોજ સામુહીક આરોગ્ય કેન્દ્ર મેંદરડા ખાતે કેમ્પનુ આયોજન કરવામાં આવેલ હતું,આ કેમ્પમાં ગ્રામ પંચાયતના સરપંચ જે.ડી ખાવડું,ઉપ – સરપંચ ચંદ્રેશભાઈ ખુંટ, સદસ્ય પરસોતમ ઢેબરિયા,ધર્મેન્દ્ર વાળા, બીપીન હડીયા,તાલુકા પ્રમુખ દીપક મકવાણા, સમઢીયાળા સરપંચ ચિરાગ રાજાણી, માર્કેટિંગ યાર્ડ ચેરમેન વિનુભાઈ રાજાણી,મહેશબાપુ,તાલુકા ભાજપ પ્રમુખ વિજય પાનસુરીયા, કોષાધ્યક્ષ દિલિપ સોંદરવા તેમજ તમામ સ્ટાફ હાજર રહયા હતા આ કેમ્પ ને સફળ બનાવવા માટે ડો.બોરડ સહીત સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવેલ હતી
ફલ્લા
જામનગર તાલુકામાં ફલ્લા ગામે આવેલ આશાપુરા માતાજીની જગ્યાએ વડાપ્રધઆન નરેન્દ્રભાઇ મોદીનાં 73માં જન્મદિન નીમીતે ફલ્લા ભાજપ દ્વારા વૃક્ષારોપણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, મહામંત્રી દિલીપભાઇ ભોજાણી, તાલુકા પ્રમુખ સંગીતાબેન દુધાગરા, તાલુકા મહામંહત કાનાભાઇ પરમાર ડો.વિનોદભાઇ ભંડેરી જીલ્લા પંચાયત સદસ્યો ભાવનાબેન ભેંસદડીયા, કમલેશભાઇ ધમસાણિયા સરપંચ લલીતાબેન ધમસાણિયા મુકુંદભાઇ સભાયા ફલ્લા નજીકનાં ગામોનાં સરપંચો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.