અલિયાબાડા,જામવંથલી સ્ટેશને ટ્રેન સ્ટોપેજનો પ્રારંભ કરાવતા સાંસદ


રાજકોટ રેલવે ડિવિઝન ના અલિયાબાડા, જામવંથલી અને જાલીયા દેવાણી સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમમાં ત્રણ ટ્રેનના સ્ટોપેજનો પ્રાંરભ સાંસદ પૂનમબેન માડમેએ કરાવ્યો હતો ટ્રેન નંબર 22946/22945 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલનું અલિયાબાડા સ્ટેશન પર, ટ્રેન નંબર 22960/59 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસનું જામવંથલી સ્ટેશન પર અને ટ્રેન નંબર 09479/09480 રાજકોટ-ઓખા સ્પેશિયલ ટ્રેનનું જાલિયા દેવાણી સ્ટેશન પર નું સ્ટોપેજ સામેલ છે. કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વનીકુમારે સૌનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સાંસદ શ્રીમતી પૂનમબેન માડમે જણાવ્યું હતું કે આ ત્રણેય સ્ટેશનો પર ટ્રેનોને સ્ટોપેજ આપવા લોકોની લાંબા સમયથી માંગ હતી જે આજે પૂર્ણ થઈ છે. રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વની કુમારે આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલકુમાર મીનાએ આભાર વિધીકરી હતી.કાર્યક્રમનું સંચાલન વરિષ્ઠ જનસંપર્ક નિરીક્ષક વિવેક તિવારીએ કર્યું હતું. આ પ્રસંગે ગુજરાત સરકારના માનનીય કેબીનેટ મંત્રી રાઘવજી પટેલ, માનનીય ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, એડીઆરએમ ગોવિંદ પ્રસાદ સૈની, રેલવેના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ, રેલવે કર્મચારીઓ, સ્થાનિક લોકો, પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ