ગુજરાતના મુખ્ય ડેમ થયા છલોછલ, 28 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ

છેલ્લા ત્રણ ચાર દિવસથી રાજ્યમાં પડી રહેલા વરસાદને લઈને રાજ્યની વિવિધ નદીઓમાં સતત જળશયમાં વધારો થઈ રહ્યો છે. નદીની જળ સપાટીમાં સતત વધારો થતા અનેક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે.

રાજ્યમાં સિઝનનો 95% થી વધુ વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 85% મધ્ય ગુજરાત 93% વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 112% અને દક્ષિણ ગુજરાતમાં 84% વરસાદ નોંધાયો છે જ્યારે કચ્છમાં 138% વરસાદ નોંધાયો છે. 28 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ કરાયો છે 111 જળાશયોમાં 70% થી 100 ટકા જળસંગ્રહ થયો છે. 30 જળાશયોમાં 50% થી 70% જળસંગ્રહ 23 જળાશયોમાં 25% થી 50% છે તેમજ 14 જળાશયોમાં 25% કરતા ઓછો જળસંગ્રહ થયો છે, 90 જળાશયો પર હાઈ એલર્ટ છે.

રાજ્યમાં સરદાર સરોવર ડેમ સહિતના જળાશયો છલોછલ ભરાયા છે ધરોઈ મુક્તેશ્વર સહિતના અનેક નાના મોટા ડેમોમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે. તો આ બાજુ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે તેમના બે દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે મોરબી અને માળિયા તાલુકાના 10 ગામને એલર્ટ કરાયા છે 5600 ક્યુસેક પાણીની આવક નોંધાય છે.

તો બીજી તરફ ધરોઈ ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે તેમના ચાર દરવાજા ખોલી ધરોઈ જળાશયમાંથી પાણી છોડાયું છે જેના પગલે સપ્તેશ્વર મંદિર પાસે સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે પાણીના પ્રવાહની વચ્ચે પ્રવાસીઓએ નાહવાની મજા માણી હતી.

નર્મદા ડેમમાં પાણીની આવક જોવા મળી રહી છે ડેમમાં 7.85 લાખ કેયુસેક પાણીની આવક નોંધાઈ છે, ડેમમાંથી 4.94 લાખ પાણી છોડાઈ રહ્યું છે સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલી પાણી છોડાઈ રહ્યું છે.

બનાસકાંઠાના ઉપરવાસમાં ભારે વરસાદથી મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક નોંધાઈ છે મુક્તેશ્વર ડેમમાં પંદરસો ક્યુસેક પાણીની આવક થઈ છે નવા નિર આવતા ડેમની જળ સપાટીમાં બે ફૂટનો વધારો થયો છે ડેમમાં સાત ટકા પાણી આવતા ડેમ 60% ભરાયો છે.

ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદનું જોર ઘટ્યું છે હાલ ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થયો છે ઉકાઈ ડેમમાં 1.39 પાણીની આવક થાય છે માંથી 1.49 લાખ પાણીની આવક નોંધાય છે તેમના 14 દરવાજા પાંચ ફૂટ ખોલવામાં આવ્યા છે હાલ ઉકાઈ ડેમની જળ સપાટી 342 ફૂટ પર પહોંચી છે ઉકાઈ ડેમની ભયજનક જળ સપાટી 345 ફૂટ છે.

રિલેટેડ ન્યૂઝ