ફોટોવાળી મતદાર યાદીના ખાસ સુધારણા કાર્યક્રમના ખાસ ઝુંબેશના દિવસોમાં ફેરફાર

4 નવેમ્બરના બદલે 26મી નવેમ્બરે અને 2 ડિસેમ્બરની જગ્યાએ 9 ડિસેમ્બરે ઝુંબેશ
ચૂંટણી તંત્ર દ્વારા તા.01-01-2024ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટોવાળી મતદારયાદીનો વાર્ષિક સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. જે અંતર્ગત તા.27મી ઓક્ટોબર 2023 (શુક્રવાર)થી 9 ડિસેમ્બર 2023 (શનિવાર) સુધી હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાના સમયગાળા દરમિયાન (1) તા.4 નવેમ્બર-શનિવાર, (2) તા. 5 નવે. ને રવિવાર, (3) તા. 2 ડિસે. ને શનિવાર તથા (4) 3 ડિસે. ને રવિવારે ખાસ ઝુંબેશ યોજવાનું નક્કી કરાયું હતું. જેમાં તા.4 નવેમ્બરના બદલે હવે 26મી નવેમ્બર ને રવિવારે જ્યારે 2 ડિસેમ્બર ને શનિવારને બદલે 9મી ડિસેમ્બર ને શનિવાર રોજ ખાસ ઝુંબેશ યોજવામાં આવશે, તેમ અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એસ.જે.ખાચરની યાદીમાં જણાવાયું છે.

રિલેટેડ ન્યૂઝ