19 રાજ્યોના 229 ખેલાડીઓની સાથે ચિરીપાલ અમદાવાદ સ્ક્વોશ ઓપન 2026ની પ્રથમ આવૃત્તિ સંપન્ન થઈ

ટુ-સ્ટારનેશનલ સર્કિટ ટુર્નામેન્ટ, ચિરીપાલ અમદાવાદ સ્ક્વોશઓપનની પ્રથમ આવૃત્તિ ખેલાડીઓ વચ્ચે ચાર દિવસના હાઈ-વોલ્ટેજ મુકાબલા બાદ રવિવારે સંપન્નથઈ હતી. સ્ક્વોશ રેકેટ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા (એસઆરએફઆઈ) અને ઑલગુજરાત સ્ક્વોશ રેકેટ એસોસિએશન (એજીએસઆરએ)નાસહયોગથી આયોજિત ચિરીપાલ અમદાવાદ સ્ક્વોશઓપન 2026માં 19 રાજ્યોનાઆશરે 229 સ્પર્ધકોએભાગ લીધો હતો. જેમાં જુનિયર અંડર-11થી લઇનેમેન્સ ઓવર-45 સુધીની કુલ 11 કેટેગરીમાંસ્પર્ધાઓ યોજાઈ હતી અને સ્પોર્ટ્સક્લબ ઑફ ગુજરાત અને એકા ક્લબ ખાતે કુલ 218 મેચોરમાઈ હતી.
ફાઈનલમાં દરેક વયજૂથમાં જબરદસ્ત અને ધમાકેદાર પ્રદર્શનજોવા મળ્યું હતું. જુનિયર કેટેગરીમાં, નૈનાઆનંદે ગર્લ્સ અંડર-11 ટાઇટલ જીતી લીધું હતું, જ્યારે કાન્ધા સ્વામી બોઇઝ અંડર-11માં ચેમ્પિયન તરીકે ઉભરી આવ્યો હતો. આર્ના રાવ અનેરોહન ખુરાનાએ અનુક્રમે ગર્લ્સ અને બોઇઝ અંડર-13 કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવ્યું, જ્યારેત્રિશા શાહ (ગલ્ર્સ અંડર-15), વેદાંત અગ્રવાલ (બોઇઝ અંડર-15) અને પ્રદીપ સિંહ રાઠોડે (બોઇઝ અંડર-17) પોત-પોતાની કેટેગરીમાં નિર્ણાયક જીતહાંસલ કરી હતી. સીનિયર ઇવેન્ટ્સમાં, આધ્યાબુધિયાએ વિમેન્સ ટાઇટલ જીતી લીધું હતું અને વેદાંત પટેલે મેન્સ ફાઇનલ જીતી લીધીહતી, જ્યારે વેટરન્સ કેટેગરીમાં લક્ષ્મણ જોશીએ મેન્સ ઓવર-35નો તાજ હાંસલ કર્યો હતો અને ભરત દાનમે મેન્સ ઓવર-45નો ખિતાબ મેળવ્યો હતો.
રવિવારે સ્પોર્ટ્સ ક્લબ ઑફ ગુજરાત ખાતે યોજાયેલા સમાપન સમારોહમાં ચિરીપાલ ગ્રૂપના પ્રમોટર શ્રી વંશ ચિરીપાલ; એજીએસઆરએના સચિવ શ્રી ભાનુ પ્રતાપ સિંહ વાળા; સ્પોર્ટ્સ ક્લબ ઑફ ગુજરાતના માનદ સચિવ શ્રી ચિંતન ચોક્સી અને સ્પોર્ટ્સ ક્લબ ઑફ ગુજરાતની સ્પોર્ટ્સ કમિટીના અધ્યક્ષ શ્રી નેહલ શાહ હાજર રહ્યાં હતાં.

રિલેટેડ ન્યૂઝ