જેઆઇસીમાં કેદ પાકિસ્તાની કેદીનું મોત

ટી.બી.ની સારવાર ચાલુ હતી

ભુજ હરીપર રોડ પર આવેલ જેઆઈસી ખાતે સજા કાપતા પાકિસ્તાની હેદીનું બિમારીના કારણે મોત થયું હતું. પાકિસ્તાનના 31 વર્ષિય શખ્સને અહીં 25 જાન્યુઆરી 2024 ચી રાખવામાં આવ્યો હતો. તે માનસિક હોવાથી યોગ્ય સરનામું જણાવતો ન હતો. તબીયત સારી રહેતી ન હોવાથી છ ફેબ્રુઆરી જી.કે.માં દાખલ કરાયો ત્યાંથી 16 તારીખે અમદાવાદ સિવિલ લઈ જવાયો બને ત્યાંથી સાત માર્ચના સાવાર કરાવી પરત આવ્યા હતા. જોકે બાદમાં ટીબીની બીમારી અને માનસિક અસ્વસ્થ હોવાથી ફરી 20 માર્ચના દાખલ કરતા 12 એપ્રિલના ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા જામનગરમાં પેનવ વીએમ કરાવી પોલીસે આગળની કાર્યવાહી હાલ ધરી છે

રિલેટેડ ન્યૂઝ