આજથી સાત દિવસ હીટવેવ : અમરેલી 40.7 ડીગ્રી સાથે સૌથી ગરમ શહેર

તા.ર6ના રોજ મતદાનના દિવસે તાપમાનનો પારો 43 ડીગ્રીએ પહોંચવાની સંભાવના: તા. ર8 એપ્રિલથી ફરી માવઠાની અંબાલાલ પટેલની આગાહી

રાજયમાં વૈશાખ મહિનાની શરૂઆતમાં આકરી ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. તો કાલથી સાત દિવસ રાજયમાં હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઇ છે. ર6 એપ્રિલે મતદાનના દિવસે 43 ડીગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે. તો બીજી તરફ તા.ર8 એપ્રિલથી ફરી માવઠાની આગાહી હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી છે. બુધવારે રાજયના ચાર શહેરમાં તાપમાનનો પારો 40 ડીગ્રીને પાર થયો હતો. અમરેલી 40.7 ડીગ્રી સાથે રાજયનું સૌથી ગરમ શહેર બન્યું હતું.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે કાલથી સાત દિવસ રાજયના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 41 ડીગ્રીની આસપાસ રહેશે. ર4 એપ્રિલથી ગરમીમાં વધારો થશે. મઘ્ય ગુજરાતમાં 4ર ડીગ્રી તેમજ રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 4ર ડીગ્રી અને જુનાગઢ અને કચ્છમાં પારો 41 ડીગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. જયારે સ્થાનીક સ્વરાજની ચુંટણીમાં મતદાનના દિવસે એટલે કે તા.ર6 ના રોજ પારો 4ર થી 43 ડીગ્રીની વચ્ચે રહેવાની સંભાવના છે.
રાજયમાં આજે ચાર શહેરમાં તાપમાનનો પારો 40 ડીગ્રીને પાર થયો હતો. જેમાં 40.7 ડીગ્રી સાથે અમરેલી રાજયનું સૌથી ગરમ શહેર રહયું હતું.
જયારે અમદાવાદમાં 40.8 અને રાજકોટમાં 40.પ ડીગ્રી તાપમાન નોંધાયું છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી માવઠાની આગાહી કરી છે. ર8 એપ્રિલથી મે મહિનાજી શરૂઆત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના પગલે સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ રાજયના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસશે. તો કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે કરા વરસશે. અંબાલાલ પટેલની આગાહીથી ખેડુતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
પશ્ચિમ અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભેજ વધતા બફારો રહેશે. 11 થી ર0 મે દરમિયાન ઇરાન તરફથી કાળી આંધી આવશે. તોફાની પવનના કારણે કાચા-મકાનના છાપરી ઉડી જશે. 1પ મે બાદ બંગાળની ખાડીમાં ચક્રવાત થશે. તા.17 મે થી ર0 જુન વચ્ચે અરબ સાગરમાં વાવાઝોડાના સંકેત છે. તેમજ તા.ર3 મેથી દરીયામાં કરંટ દેખાશે. ભારે પવન અને ઉંચા મોજા ઉછળશે.

કયા શહેરમાં કેટલું તાપમાન
શહેર તાપમાન
અમરેલી 40.7
સુરેન્દ્રનગર 40.પ
રાજકોટ 40.4
ભુજ 37
નલીયા 34
કંડલા 38
ભાવનગર 38.ર
દ્વારકા 31.ર
ઓખા 3ર.7
પોરબંદર 33.4
વેરાવળ 31.ર
દીવ 37.3

રિલેટેડ ન્યૂઝ