ભારતના સમુદ્ર ઉત્પાદનોની નિકાસ રૂ. 72000 કરોડને વટાવી સર્વકાલીન સ્તરે પહોંચી

ફ્રોઝન શ્રિમ્પનું મુખ્ય યોગદાન; ઞજઅ અને ચીન ટોચના આયાતકાર: પાંચ બંદરો ટોપ પર

ભારતના સમુદ્રી ઉત્પાદનોના નિકાસે 2025-26 નાણાકીય વર્ષમાં રેકોર્ડ સ્તર હાંસલ કર્યું છે. ધ મરીન પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (એમપેડા) દ્વારા જાહેર કરાયેલી પ્રાથમિક આંકડાઓ મુજબ ભારતના સમુદ્ર ઉત્પાદનો કુલ નિકાસ રુ. 72,325.82 કરોડ (ઞજ 8.28 બિલિયન) સુધી પહોંચી છે અને કુલ જથ્થો 19.32 લાખ મેટ્રિક ટન રહ્યો છે. આ ઉત્પાદનોમાં ફ્રોઝન શ્રિમ્પ (ઝીંગા)નું નિકાસમાં સૌથી મોટું યોગદાન રહ્યું, જે રૂ.47,973.13 કરોડ (ઞજ 5.51 બિલિયન) જેટલું છે. આ કુલ નિકાસ આવક ના બે-તૃતિયાંશ થી વધુ છે. શ્રિમ્પ નિકાસમાં જથ્થામાં 4.6% અને મૂલ્યમાં 6.35% નો વધારો થયો છે. યુનાઇટેડ સ્ટેટ્સ (ઞજઅ) સૌથી મોટો આયાતકાર રહ્યો, જ્યાં કુલ આયાત ઞજ 2.32 બિલિયન સુધી પહોંચી. જોકે, યુ.એસ.એ. માટે નિકાસમાં જથ્થામાં 19.8% અને મૂલ્યમાં 14.5% ઘટાડો નોંધાયો. જેનું મુખ્ય કારણ પારસ્પરિક ટેરિફ છે. આ ઘટાડો ચીન, યુરોપિયન યુનિયન (ઊઞ) અને દક્ષિણ-પૂર્વ એશિયા જેવા વિકલ્પ બજારમાં વૃદ્ધિ દ્વારા સંતુલિત થયો છે.
ચીનમાં નિકાસ મૂલ્યમાં 22.7% અને જથ્થામાં 20.1% નો વધારો, યુરોપિયન યુનિયનમાં મૂલ્યમાં 37.9% અને જથ્થામાં 35.2% નો વધારો, દક્ષિણ-પૂર્વ એશિયામાં મૂલ્યમાં 36.1% અને જથ્થામાં 28.2% નો વધારો, જાપાનમાં મૂલ્યમાં 6.55% વૃદ્ધિ, પશ્ચિમ એશિયામાં 0.55% નો નાનો ઘટાડો નોંધાયો હતો. ઘણા બજારમાં દ્વિ અંકીય વૃદ્ધિ જોવા મળી, જે પરંપરાગત બજારમાં પડકાર વચ્ચે વૈવિધ્ય તરફના સ્પષ્ટ પરિવર્તન દર્શાવે છે. ઉત્પાદન મુજબ ફ્રોઝન ફિશ, સ્ક્વિડ, કટલફિશ, સૂકા ઉત્પાદનો અને લાઇવ ઉત્પાદનમાં વૃદ્ધિ, ચિલ્ડ (ઠંડા રાખેલા) ઉત્પાદનમાં ઘટાડો, સુરિમી, ફિશમીલ અને ફિશ ઓઇલ ના નિકાસમાં સુધારો નોંધાયો છે. જ્યારે લોજિસ્ટિક્સ મુજબ વિઝાગ, જે.એન.પી.ટી, કોચી, કોલકાતા અને ચેન્નાઈ ટોપ-5 બંદરો રહ્યાં. જે કુલ નિકાસ મૂલ્યના લગભગ 64% માટે જવાબદાર રહ્યાં. આમ આ બંદરો નિકાસમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા દર્શાવે છે.

રિલેટેડ ન્યૂઝ