રાજ્યના પોલીસ વડાનો પ્રજાલક્ષી આદૃેશ પોલીસ કમિશ્રનરથી લઇને પીઆઇ સુધીના અધિકારીઓ દરરોજ બે કલાક ફરજીયાત નાગરિકોને સાંભળશે

અરજદૃારોને સાંભળીને મહત્તમ ૧૫ દિૃવસમાં ફરિયાદૃનો નિકાલ લાવવા આપી કડક સૂચના

સ્થાનિકસ્તરે જ થશે પ્રશ્ર્નોનો નિકાલ

રાજ્યના નાગરિકોની રજૂઆતો અને ફરિયાદૃો સ્થાનિક કક્ષાએ જ સત્વરે અન્ો સમયસર નિકાલ થાય ત્ો માટે રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિક દ્વારા એક મહત્વપ્ાૂર્ણ કચેરી હુકમ જારી કરવામાં આવ્યો છે.
આ કચેરી હુકમ અન્વયે હવેથી રાજ્યના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓથી લઇન્ો પોલીસ સ્ટેશનના થાણા અમલદૃારો માટે સ્થાનિક સ્તરે જ પ્રજાના પ્રશ્ર્નો સાંભળવા માટે ફરજિયાત દૃરરોજ બ્ો કલાક ફાળવવાનો કડક આદૃેશ કરવામાં આવ્યો છે. આ નવીન વ્યવસ્થા અંતર્ગત, ઉચ્ચ પોલીસ અધિકારીઓ જેવા કે, તમામ પોલીસ કમિશનરો, સંયુકત, અધિક, નાયબ કે મદૃદૃનીશ પોલીસ કમિશનરો, રેન્જ વડાઓ ત્ોમજ પોલીસ અધિક્ષકો એ દૃરરોજ બપોરે ૧૨-૦૦થી ૨ વાગ્યા (બ્ો કલાક) દૃરમિયાન ફરજિયાત પોતાની કચેરીમાં હાજર રહી મુલાકાતીઓન્ો સાંભળવાના રહેશે અને ત્ોમની લેખિત અરજી પર જરૂરી કાયદૃેસરની કાર્યવાહી કરવાની રહેશે.
સ્થાનિક સ્તરે પ્રજા સાથે સીધા જોડાયેલા પોલીસ ઇન્સ્પ્ોકટરો સામાન્ય રીત્ો સવારના સમયે કોર્ટની મુદૃત, તપાસ કે સોગંદૃનામાની કામગીરીમાં વ્યસ્ત રહેતા હોવાથી, ત્ોઓના માટે પણ મુલાકાતનો ચોક્કસ સમય નક્કી કરાયો છે. તમામ થાણા અમલદૃારોએ દૃરરોજ સાંજે ૪-૦૦થી ૬-૦૦ વાગ્યાના સમયગાળામાં પોતાના પોલીસ સ્ટેશનમાં અચૂક હાજર રહીન્ો મુલાકાતીઓન્ો રૂબરૂ મળવાનું રહેશે.

રિલેટેડ ન્યૂઝ