ગુજરાતના પ્રતિષ્ઠિત ઓર્થો-રીહેબ પ્રોફેશનલ અને હોબીયિસ્ટ ફોટોગ્રાફર ડો. અમિત એમ. પટેલ (પી.એચ.ડી.) ને “6ઠ્ઠી વી.એન.એમ.એફ ફોટો કોન્ટેસ્ટ – 2026” અંતર્ગત યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની ફોટોગ્રાફી સ્પર્ધામાં “કમેન્ડેબલ એવોર્ડ” એનાયત કરવામાં આવ્યો છે. “નેચર થ્રુ માઇ લેન્સ” થીમ પર યોજાયેલી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં દેશભરમાંથી 156 પ્રતિભાગીઓ દ્વારા મોકલવામાં આવેલી કુલ 1,143 તસવીરોમાંથી તેમની “ટોક્સિક વોટર્સ, ટાઈમલેસ હોપ” શીર્ષક ધરાવતી તસવીરની પસંદગી કરવામાં આવી હતી. આ એવોર્ડ વિતરણ સમારોહ તા. 27 જૂન, 2026ના રોજ, સાંજે ગ્રાન્ડ મરકયુરે સૂર્યા પેલેસ, વડોદરા ખાતે યોજાયો હતો. સમારોહમાં વડોદરાના ગાયકવાડ રાજવી પરિવારના રાજમાતા; શ્રીમતી શુભાંગી રાજે ગાયકવાડના હાજરીમાં ડો. પટેલને સન્માનિત કરવામાં આવ્યા હતા. ડો. અમિત પટેલની આ સિદ્ધિ તેમની સર્જનાત્મક ફોટોગ્રાફી કળા, પર્યાવરણ પ્રત્યેની સંવેદના તથા દૃશ્ય માધ્યમ દ્વારા સમાજમાં જાગૃતિ લાવવાના તેમના પ્રયત્નોની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ હોવાનું પ્રતિબિંબિત કરે છે.
રિલેટેડ ન્યૂઝ
-
નયારા એનર્જીના રિટેલ આઉટલેટ નેટવર્કે 7,000નું સીમાચિહ્ન હાંસિલ કર્યું
રિટેલ નેટવર્કના વિસ્તરણમાં દરરોજ લગભગ એક નવું આઉટલેટનો વધારો: સમગ્ર ભારતમાં વિશ્વસનિય ઈંધણની ઉપલબ્ધતા ભારતની સૌથી... -
અધિકારીની નિવૃતિ બાદ ખાતાકીય તપાસ અને સજાનો હુકમ કરનાર પી.જી.વી.સી.એલ.ને હાઈકોર્ટની નોટિસ
પી.જી.વી.સી.એલ.ના હુકમ સામે નિવૃત અધિકારીએ હાઈકોર્ટમાં ધા નાખેલ પશ્ર્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ રાજકોટના એકાઉન્ટ વિભાગના... -
પશ્ર્ચિમ રેલવેના મહાપ્રબંધક રામાશ્રય પાંડેએ જામનગર-વિરમગામ રેલવે સેક્શનનું સેફ્ટી નિરીક્ષણ કર્યુ
રાજકોટ સ્ટેશને મુસાફરોની સુવિધાઓ, સ્વચ્છતા, ઓપરેશનલ વ્યવસ્થાઓની સમીક્ષા પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક રામાશ્રય પાંડેએ વિરમગામ-જામનગર અને જામનગર-વિરમગામ...
