વાંકાનેરના સ્થાને સુરેન્દ્રનગરથી શોર્ટ ઓરિજિનેટ થશે
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના આલિયાબાડા-હાપા-જામનગર રેલખંડમાં ચાલી રહેલા બમણાંકરણ કાર્ય અંગે અગાઉ બહાર પાડવામાં આવેલી પ્રેસ વિજ્ઞપ્તિના ક્રમમાં કેટલીક ટ્રેનોની અસ્થાયી સંચાલન વ્યવસ્થામાં આંશિક સુધારો કરવામાં આવ્યો છે.
રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, સંચાલકીય કારણોસર અગાઉ પસંદ કરેલી ટ્રેનોના શોર્ટ ટર્મિનેશન અને શોર્ટ ઓરિજિનેશન માટે નિર્ધારિત વાંકાનેરના સ્થાને હવે સુરેન્દ્રનગરને અસ્થાયી શોર્ટ ટર્મિનેશન અને શોર્ટ ઓરિજિનેશન સ્ટેશન નક્કી કરવામાં આવ્યું છે.
જેમાં ગાડી સંખ્યા 22959 વડોદરા-જામનગર ઈન્ટરસિટી એક્સપ્રેસને 1 ઓગસ્ટ 2026 થી 7 ઓગસ્ટ 2026 સુધીની મુસાફરી માટે વાંકાનેરના સ્થાને સુરેન્દ્રનગરમાં શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. અને ગાડી સંખ્યા 22923 બાંદ્રા ટર્મિનસ-જામનગર હમસફર એક્સપ્રેસને 1 ઓગસ્ટ, 3 ઓગસ્ટ અને 6 ઓગસ્ટ 2026 ની મુસાફરી માટે વાંકાનેરના સ્થાને સુરેન્દ્રનગરમાં શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. તદઉપરાંત ગાડી સંખ્યા 22960 જામનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ 2 ઓગસ્ટ 2026 થી 8 ઓગસ્ટ 2026 સુધીની મુસાફરી માટે વાંકાનેરના સ્થાને સુરેન્દ્રનગરથી શોર્ટ ઓરિજિનેટ થશે. ગાડી સંખ્યા 22924 જામનગર-બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ 2 ઓગસ્ટ, 4 ઓગસ્ટ અને 7 ઓગસ્ટ 2026 ની મુસાફરી માટે વાંકાનેરના સ્થાને સુરેન્દ્રનગરથી શોર્ટ ઓરિજિનેટ થશે.
