મંત્રાલયો સાથે જોડાયેલી યોજનાઓના અમલીકરણ તેમજ મંત્રીઓના ખુદના પર્ફોમન્સ પીએમે માપી લીધા
કેન્દ્રીય મંત્રીમંડળમાં વિસ્તરણ અંગે દિલ્હીના રાજકીય વર્તુળોમાં જાતજાતની ચર્ચાઓ ચાલી રહી છે અને અનેક વખત નિશ્ર્ચિત હોવા છતાં પણ વિસ્તરણ થતુ નથી તે અંગે પણ અનુમાનો અને અટકળો થઈ રહ્યા છે તે વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે તેમની કેબીનેટના તમામ રાજયકક્ષાના મંત્રીઓ સાથે એક લાંબી બેઠક યોજી તેમના કામકાજની સમીક્ષા કરી હતી.
શ્રી મોદી અવારનવાર મંત્રીઓના કામકાજ અંગે આ પ્રકારની બેઠકો યોજે છે અને તેમાં મંત્રાલય સાથે જોડાયેલી સરકારી યોજનાઓ અને કાર્યક્રમોના અમલીકરણ તેમાં કોઈ સુધારાની જરૂર હોય તો તે ઉપરાંત મંત્રીઓની કામગીરી પણ કસોટીની એરણે ચડે છે. એક તરફ મંત્રીમંડળનું વિસ્તરણની ચર્ચા છે તે વચ્ચે આ બેઠકને મહત્વની ગણવામાં આવે છે. ખાસ કરીને રાજયકક્ષાના મંત્રીઓ જેમાં અનેક સ્વતંત્ર હવાલો પણ ધરાવે છે. તેઓની કામગીરી પરથી પ્રમોશન કે કેબીનેટમાંથી વિદાય તે પણ વડાપ્રધાન નિશ્ર્ચિત કરે છે તથા મંત્રીઓની તેમના વિભાગોની કામકાજના જ્ઞાન અંગે પણ ચકાસણી થાય છે. ખાસ કરીને આગામી વર્ષથી ચુંટણીઓ આવી રહી છે તે પુર્વે શ્રી મોદી સરકારી કામગીરીમાં કોઈ ક્ષતિ ન રહી જાય તે નિશ્ર્ચિત કરે છે.
