ગાંધીનગર મનપાના પરીણામે વિપક્ષને સજ્જડ જવાબ આપ્યો : રાજુભાઇ ધ્રુવ

ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા ઉત્તર ગુજરાતમાં યોજાયેલી પેટાચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને મળેલા પ્રચંડ જનસમર્થન અંગે પ્રદેશ ભાજપની કારોબારીના સભ્ય રાજુભાઈ ધ્રુવે હર્ષની લાગણી વ્યક્ત કરતાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્ર્વકર્મા, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, ચૂંટણી પ્રભારી ઋષિકેશભાઈ પટેલ સહિત પક્ષના શીર્ષ નેતૃત્વ, સંગઠનના હોદ્દેદારો અને પાયાના તમામ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને મળેલો જનસમર્થનનો સંદેશ વિકાસલક્ષી રાજનીતિ, સુશાસન, રાષ્ટ્રવાદી વિચારધારા અને જનકલ્યાણના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને કરવામાં આવતા પ્રયાસોની દિશામાં મહત્ત્વપૂર્ણ છે. ઉત્તર ગુજરાતની પેટાચૂંટણીઓમાં મળેલી સફળતાએ પણ ભાજપના કાર્યકર્તાઓમાં નવી ઊર્જાનો સંચાર કર્યો છે. ગાંધીનગર માત્ર ગુજરાતનું પાટનગર જ નથી, પરંતુ રાજ્યની વહીવટી વ્યવસ્થા, આધુનિક માળખાકીય સુવિધાઓ અને વિકાસલક્ષી આયોજનનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર છે. અહીં થયેલા વિકાસકાર્યો, નાગરિક સુવિધાઓના વિસ્તરણ અને શહેરને વધુ સુવ્યવસ્થિત બનાવવાના પ્રયાસોનો પડઘો ચૂંટણીના પરિણામોમાં જોવા મળ્યો હોવાનું રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું. વધુમાં રાજુભાઇ ધ્રુવ એ જણાવેલ કે, ગુજરાતના સ્થાનિક સ્વરાજ્ય અને દેશના પેટાચૂંટણીના પરિણામો સાબિત કરે છે કે જનતા આજે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખડકની જેમ ઉભી છે. ગાંધીનગર સહિત ગુજરાતમાં ભાજપને ભવ્ય વિજય મળ્યો છે જ્યારે કોંગ્રેસને ગુજરાતમાં 41 વર્ષથી, બંગાળમાં 54 વર્ષથી અને ત્રિપુરામાં 33 વર્ષથી હાર મળી રહી છે. જઈંછ ના બહાને ઘૂસણખોરોને બચાવવાની રાહુલ ગાંધીની યોજના જનતા સમજી ગઈ છે. ફેક મીડિયા ઇવેન્ટ અને જૂઠથી જનસમર્થન મળતું નથી. 2029ની ચૂંટણીમાં ગઉઅ પ્રચંડ બહુમતથી ફરી સત્તામાં આવશે અને કોંગ્રેસની સત ચોથી હાર થશે. અંતમાં રાજુભાઈ ધ્રુવે ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા ઉત્તર ગુજરાતની પેટાચૂંટણીઓમાં ભાજપને મતદાન દ્વારા સમર્થન આપનારા તમામ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે પક્ષના શીર્ષ નેતૃત્વ, ચૂંટણી પ્રભારી, સંગઠનના હોદ્દેદારો અને દિવસ-રાત મહેનત કરનારા તમામ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યાં હતા.

રિલેટેડ ન્યૂઝ