રાવલના યુવાનનો અકળ કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત

દ્વારકાધીશ જગત મંદિર નજીક મહિલાના કિંમતી ચેનની ચોરી

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે હનુમાનધાર વિસ્તારમાં રહેતા જયેશભાઈ કેશુભાઈ વાઘેલા નામના 18 વર્ષના કોળી યુવાને બુધવારે રાત્રિના સમયે પોતાના ઘર નજીક ગળામાં દોરડું બાંધીને આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા કેશવભાઈ સુકાભાઈ વાઘેલા (ઉ.વ. 55) એ કલ્યાણપુર પોલીસને કરી છે.
મહિલાના કિંમતી ચેનની ચોરી
બીજા બનાવમાં દ્વારકા નજીકના શિવરાજપુર ગામે રહેતા ભક્તિબેન ગજુભા હાથલ નામના 24 વર્ષ મહિલાએ પોતાના ગળામાં પહેરેલો સોનાનો ચેન કોઈ શખ્સ સિફતપૂર્વક આંચકીને લઈ ગયો હોવાનું ખુલવા પામ્યું છે. આશરે રૂ. બે લાખ ચાલીસ હજારની કિંમતના બે તોલાના આ ચેનની ચોરી થવા સબબ દ્વારકા પોલીસે ભક્તિબેન હાથલની ફરિયાદ પરથી અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી, આગળની તપાસ હાથ કરી છે.
ત્રીજા બનાવમાં ખંભાળિયા – જામનગર હાઈવે પર અત્રેથી આશરે 17 કિલોમીટર દૂર દેવળિયા ગામ નજીકથી ચાલીને દ્વારકા જઈ રહેલા ભૂદરજી સતુરજી ઠાકોર (ઉ.વ. 50, રહે. બિલેશ્વરપુરા- કલોલ) ને આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા એક્ટિવા મોટરસાયકલના ચાલકે અડફેટે લેતા તેમને ફ્રેક્ચર સહિતની નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અકસ્માત સર્જીને એક્ટિવા ચાલક નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે અજાણ્યા એક્ટિવા ચાલક સામે ગુનો નોંધ્યો છે.

રિલેટેડ ન્યૂઝ