28 જેટલા તાલીમાર્થીઓ દ્વારા પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યા
મેંદરડા આઈ. ટી . આઈ માં 27 જાન્યુઆરી ને મંગળવાર ના રોજ આઈ. ટી. આઈ ના અલગ અલગ વિભાગમાં અભ્યાસ કરતાં તાલીમાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા પ્રોજેક્ટ નો એક્ઝિબિશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મેંદરડા આઈ. ટી. આઈ. માં હાલ પાંચ જેટલા ટ્રેડ ચાલી રહયા છે જેમાં 150 થી વધુ તાલીમાર્થીઓ તાલીમ મેળવી રહ્યા છે. તેમનામાં રહેલી પ્રતિભાને બહાર લાવવાના ઉપદેશથી ટેકનોફેસ્ટ નામે એક્ઝિબિશન યોજવામાં આવ્યું હતું જેમાં 28 થી વધારે પ્રજેક્ટ તૈયાર કરી પ્રદશન માં મૂકવામાં આવ્યા હતા. એક્ઝિબિશનના પ્રથમ દિવસે તાલીમાર્થીઓના વાલીઓ, આઈ. ટી. આઈ મેંદરડા ના પ્રિન્સિપાલ શ્રી વી.ડી ખીમાણિયા , આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ગડું ) થી પી. ડી પુરોહિત દ્વારા દીપ પ્રાગટ્ય કરી પ્રદર્શન ને ખૂલું મૂકવામાં આવ્યું હતું જ્યારે પ્રદર્શન ને સફળ બનાવવામાં એચ. ડી. ભરાડીયા સહિત સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
