ગણતંત્ર દિવસના પાવન અવસરે તા. 26 જાન્યુઆરીએ ધામળેજ સ્થિત સ્માર્ટ ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે ખુટતી સુવિધાઓના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત ચેરમેન અરસિંહભાઈ ચાવડા મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા. સાથે સરપંચ પ્રતિનિધિ ઓઘડભાઈ વાળા, તાલુકા ભાજપ ઉપપ્રમુખ પ્રતાપભાઈ ચાવડા, પંચાયતના સદસ્ય પાલાભાઈ લોઢાવી તેમજ ભીખાભાઈ ભેડા, ગીરીશ લોઢાવી, જેન્તીભાઈ, પ્રવિણ ચાવડા સહિત ગામના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ધામળેજ જિલ્લા પંચાયતના સદસ્યની 10 ટકા આયોજન ગ્રાન્ટમાંથી કુલ રૂ. 10 લાખના ખર્ચે વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં રૂ. 5 લાખના ખર્ચે બાઉન્ડ્રીની દિવાલ બનાવવાની તથા રૂ. 5 લાખના ખર્ચે ઉપરનું સપરું બનાવવાની કામગીરીનો સમાવેશ થાય છે, જેનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં સૌપ્રથમ બનાવવામાં આવેલ સ્માર્ટ ડો. આંબેડકર ભવન માં સુવિધાઓ વધુ સુદૃઢ અને સુવ્યવસ્થિત બને તે હેતુસર આ વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા છે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનો દ્વારા વિકાસકાર્યોને આવકાર આપતા ગામના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નોની ખાતરી આપવામાં આવી હતી.
રિલેટેડ ન્યૂઝ
-
હવાઇ સેવાઓમાં વિશ્ર્વનીયતા માટે નવું હેલિકોપ્ટર ખરીદવાનો રાજ્ય સરકારનો નિર્ણય
18 વર્ષ જુના હેલિકોપ્ટરમાં સતત ટેકનિકલ સમસ્યાઓને પગલે નિર્ણય ગુજરાત સરકાર રાજ્યની હવાઈ સેવાઓને વધુ સુરક્ષિત... -
લીલીયા નજીકનું રેલ્વે ટ્રેકનું ફાટક બંધ પડતા સર્જાયો ટ્રાફીક જામ
ટ્રાફીકથી બંને બાજુ વાહનોના થપ્પા: લોકોમાં રોષ અમરેલી જિલ્લામાંથી થોડા ઘણાં વિસ્તારમાંથી બ્રોડગેજ રેલ્વે પસાર થાય... -
રાષ્ટ્રીય પરીસંવાદમા ચોરવાડના વતની અને સરદાર પટેલ યુનિવર્સિટીના પ્રો રમેશભાઈ મકવાણાએ ભાગ લીધો
ગુજરાતની ગાંધીનગર યુનિવર્સિટી ખાતે ભારતીય જ્ઞાન પરંપરા પર એક રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો હતો. આ પરિસંવાદમાં સમગ્ર...
