લીલીયા નજીકનું રેલ્વે ટ્રેકનું ફાટક બંધ પડતા સર્જાયો ટ્રાફીક જામ

ટ્રાફીકથી બંને બાજુ વાહનોના થપ્પા: લોકોમાં રોષ

અમરેલી જિલ્લામાંથી થોડા ઘણાં વિસ્તારમાંથી બ્રોડગેજ રેલ્વે પસાર થાય છે. ત્યારે પીપાવાવ- સુરેન્દ્નગરના રેલ્વે ટ્રેક ઉપરથી દર કલાકે ગૂડ્સ ટ્રેન પસાર થતી હોય છે. આ રેલ્વે ટ્રેક જ્યાંથી પણ પસાર થાય છે. તેમાં મોટા ભાગનાં રેલ્વે ફાટકમાં ઓવરબ્રિજ અથવા તો અંડર બ્રિજ નહીં હોવાના કારણે ઠેર ઠેર રેલ્વે ફાટક ઉપર વાહન વ્યવહાર થંભી જતો હોય લોકો આવા રેલ્વે ફાટક ઉપરકોટ બ્રિજના કારણે ભારે પરેશાન થઈ રહયાં છે.આ ઉપરાંત રેલ્વે માનવ સંચાલિત રેલ્વે ફાટક હોય ત્યારે કોઈ ટેકનિકલ કારણે ફાટક ખોલતી સમયે અથવા તો ફાટક બંધ કરવાં સમયે ટેકનિકલ ખામી પણ સર્જાય છે. ત્યારે કોઈ ક્યારેક મોટો અકસ્માત થવાની શક્યતા પણ બની શકે છે. ત્યારે ગઈકાલે અમરેલી જિલ્લાના લીલીયા નજીક આવેલ રેલ્વે ટ્રેકનું ફાટક બંધ પડતા સર્જાયો ટ્રાફિક જામ સર્જાયો હતો.આ બનાવમાં જાણવાં મળતી વિગત મુજબ પીપાવાવ- સુરેન્દ્નગરના રેલ્વે ટ્રેક ઉપરથી દર કલાકે ગૂડ્સ ટ્રેન પસાર થતી હોય છે. આ રેલ્વે ટ્રેક જ્યાંથી પણ પસાર થાય છે. તેવા અમરેલી જિલ્લાના લીલીયા નજીક આવેલ ફાટક નંબર 41 ઈ ટેકનિકલ કારણોસર બંધ પડ્યું હતું. અને બાદમાં તે ફાટક ખુલી નહીં શકતાં અને તેના કારણે ફાટક બંધ રહેતા બંન્ને તરફ વાહનોની કતારો લાગી જવા પામી હતી. બાદમાં લોકરોષ જોતાં જવાબદાર અધિકારીની સુચનાથી દેશી ફાટક ઊંચું કરી વાહનવ્યવહાર હળવો કરાયો હતો.લીલીયા નજીક આવેલ ફાટક નંબર 41 ઈ ટેકનિકલ કારણોસર બંધ રહેતાં ગારીયાધાર-ભાવનગર જતા માર્ગ પર સર્જાયો ટ્રાફીક જામ સર્જાયો હતો. તો બીજી તરફ લીલીયા સિવિલ હોસ્પિટલ જવાનો માર્ગ પણ બાધિત થતાં લોકોમાં રોષ ભભુકી ઊઠ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, આ પીપાવાવ- સુરેન્દ્નગરના રેલ્વે ટ્રેક દામનગર શહેરમાંથી પણ પસાર થતો હોય ત્યાંથી પણ દર કલાકે ગૂડ્સ ટ્રેન પસાર થતી હોય છે. જેને લઈ રોજ ટ્રાફિક સમસ્યા સર્જાય છે. અને વાહનોની લાંબી લાઈનો લાગી જતી હોય છે. ત્યારે કામ ધંધા કે નોકરી ઉપર જતાં લોકો આ દામનગર રેલ્વે ફાટક બંધ રહેવાનાં કારણે મુશ્કેલીમાં મૂકાતા હોય ત્યારે આ દામનગર રેલ્વે ફાટક તાત્કાલિક ઓવર બ્રિજની કામગીરી પુરી કરવાં માટે લોકો માંગ કરી રહયાં છે.

રિલેટેડ ન્યૂઝ