સંગઠનમાં અનુભવી યુવાન અને સક્રિય કાર્યકરોને જવાબદારી સોપાઈ
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર સંગઠનની નવી ટીમની જાહેરાત મહાનગર અધ્યક્ષ ગૌરવભાઈ રૂપારેલિયા દ્વારા કરવામાં આવી હતી. આ નવી ટીમની રચના સંગઠનને વધુ મજબૂત, કાર્યક્ષમ અને જનસંપર્ક કેન્દ્રિત બનાવવા હેતુસર કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું.મહાનગર સંગઠનની મુખ્ય ટીમમાં ઉપાધ્યક્ષ તરીકે મુકેશ ગજેરા, રાકેશ ધુલેસીયા, ઓમ રાવલ, ગીરીશ આડતીયા,રમેશ બાવળીયા, જ્યોતીબેન વાડોલીયા, વિવેક ગોહેલ તથા કિરણ હેજમની નિમણૂક કરવામાં આવી હતી. જ્યારે મહામંત્રી તરીકે વિનોદ ચાંદેગ્રા, મિલન ભટ્ટ તથા જયેશ ધોરાજીયાની પસંદગી કરવામાં આવી હતી. તે સાથે મંત્રી તરીકે રાજેશ ચુડાસમા, હરેશ ગાગીયા, કમલ ચુડાસમા, હીના જેતપરીયા, ડો. કિંજલ સતાસીયા, ગીતા મહેતા, યોગેશ્વરીબા જાડેજા તથા કીરણ રાણીગાની નિમણૂક જાહેર કરવામાં આવી હતી.કોષાધ્યક્ષ તરીકે નિતિન સુખવાણી, કાર્યાલય મંત્રી તરીકે નિરવ તળાવીયા અને કાર્યાલય સહમંત્રી તરીકે પ્રજ્ઞેશ રાવલની જવાબદારી સોંપવામાં આવી હતી. મીડિયા વિભાગના કન્વિનર તરીકે સુરેશ પાનસુરીયા, સોશિયલ મીડિયા વિભાગના કન્વિનર તરીકે કેતન નાંઢા તથા આઈટી સેલના કન્વિનર તરીકે યશ ગળચરની નિમણૂક કરવામાં આવી હતી.વિવિધ મોરચાઓની વાત કરીએ તો, યુવા મોરચાના પ્રમુખ તરીકે અભય રીબડીયા અને મહામંત્રી તરીકે ચિરાગ જોશી તથા પ્રિતેશ અપારનાની નિમણૂક કરવામાં આવી હતી. મહિલા મોરચાના પ્રમુખ તરીકે આરતીબેન જોશી અને મહામંત્રી તરીકે શિતલ તન્ના તથા મનિષા વૈશ્નનાણીની પસંદગી કરવામાં આવી હતી. કિસાન મોરચાના પ્રમુખ તરીકે રવિ વીકાણી અને મહામંત્રી તરીકે રમેશ ગજેરા તથા સચિન ભુતની નિમણૂક કરવામાં આવી હતી.બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે ભરત કારેણા અને મહામંત્રી તરીકે મેણસી સારીયા તથા નરેન્દ્ર ઓડેદરા, અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે સાગર મકવાણા અને મહામંત્રી તરીકે વિજય દાફડા તથા પ્રદીપ વાઘેલા તેમજ લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે શબ્બીર અમરેલીયા અને મહામંત્રી તરીકે સલીમ હાલા તથા હનિફખાન તુર્કની નિમણૂક કરવામાં આવી હતી.આ અંગે જુનાગઢ મહાનગર અધ્યક્ષ ગૌરવભાઈ રૂપારેલિયાએ જણાવ્યું હતું કે, સંગઠનની નવી ટીમમાં અનુભવી, યુવાન તથા સક્રિય કાર્યકરોને જવાબદારી સોંપવામાં આવી છે, જેથી સરકારની લોકહિતકારી યોજનાઓ અને વિકાસ કાર્યોને જનજન સુધી અસરકારક રીતે પહોંચાડી શકાય. સાથે જ આગામી સમયમાં થનારી રાજકીય અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓમાં જુનાગઢ મહાનગર સંગઠન વધુ સક્રિય ભૂમિકા ભજવી શકે તે માટે આ ટીમ મહત્વપૂર્ણ સાબિત થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની દિશા અને માર્ગદર્શન અનુસાર જુનાગઢ મહાનગર સંગઠન પાર્ટીની નીતિઓ, સિદ્ધાંતો અને વિચારધારાને મજબૂતી સાથે આગળ વધારશે. સંગઠનના દરેક વિભાગ અને મોરચા વચ્ચે સમન્વય સાધી જનસેવામાં કાર્ય કરવાનું આ ટીમનું મુખ્ય લક્ષ્ય રહેશે.દરમિયાન નવનિયુક્ત પદાધિકારીઓએ પાર્ટી પ્રત્યેની નિષ્ઠા અને જવાબદારીભાવ સાથે કાર્ય કરી સંગઠનને વધુ મજબૂત બનાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ જાહેરાત બાદ કાર્યકરોમાં ઉત્સાહ અને સકારાત્મક ઉર્જાનો માહોલ જોવા મળ્યો હતો.
