ઉનામાં શિવાજી પાર્ક પાસે આખલા યુદ્ધ:લોકોમાં નાસભાગ, સાધુએ હિંમતભેર છૂટા પાડ્યા

ઉના શહેરમાં પોલીસ સ્ટેશન નજીક આવેલા શિવાજી પાર્ક પાસે બે આખલા વચ્ચે યુદ્ધ થયું હતું. આ ઘટનાને કારણે લોકોથી ધમધમતા વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી.જાહેર રસ્તા પર આખલા યુદ્ધથતાદુકાનદારો એ પોતાનો માલસામાન નુકસાનથી બચાવવા માટે સલામત સ્થળે ખસેડ્યો હતો.લોકો પણ આખલાઓને છૂટા પાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા.આખરે, રસ્તા પરથી પસાર થઈ રહેલા એક સાધુ મહાત્માએ હિંમત ભેર આગળ આવી બળ પ્રયોગ કરીને આખલાઓને એકબીજાથી દૂર ખસેડ્યા હતા. આ પછી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. શહેરમાં છેલ્લા ઘણા સમયથી આખલા યુદ્ધના દ્રશ્યો સામાન્ય બન્યા છે. ભૂતકાળમાં પણ આવા બનાવોને કારણે અનેક રાહદારીઓ ઈજાગ્રસ્ત થયા છે. આથી, તંત્ર દ્વારા આ મામલે તકેદારી રાખવામાં આવે અને આખલાઓને શહેરમાં કાર્યરત ગૌશાળામાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવે તેવી લોકો દ્વારા માંગણી ઉઠી છે.

રિલેટેડ ન્યૂઝ