રોકડ સહિત રૂા. 10320નો મુદ્દામાલ કબ્જે
ફતેપુર રોડ, નવા હુડકો સામે ડર્ટી વિસ્તારમાં બાવળની કાંટ નીચે જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને કુલ રૂપિયા 10320 ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી સીટી પોલીસ સર્વેલન્સ ટીમ
અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપે. ડી.કે. વાઘેલાના સીધા માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા ચોક્કસ બાતમી હકીકત આધારે અમરેલીના ફતેપુર રોડ ઉપર આવેલ નવા હુડકો સામે, ડર્ટી વિસ્તારમાં બાવળની કાંટ નીચે તે જ વિસ્તારમાં રહેતા નરેશભાઇ ગરીબભાઇ કુવારદીયા, ભરતભાઇ ગરીબભાઈ કુવારદીયા, રાહુલભાઇ પ્રવીણભાઇ દંતાણી તથા જીતુભાઇ ભીમાભાઇ પરમાર સહિત ચાર ઈસમો જાહેરમાં જુગાર રમતા કુલ રોકડ રૂપીયા 10,320 ના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
