માંગરોળના લોએજ ગામે પ્રવિણરામ બાપુનો સમાધિ ઉત્સવ ભજન, ભોજન અને ભકિત ભાવ પુર્ણ ઉજવાયો

કથાકાર મોરારીબાપુ હરીયાણી અને ભક્તિરામ બાપુ હેલિકોપ્ટરમાં પધાર્યા

લોએજ ગામમાં હેલિકોપ્ટર મારફતે પૂ.મોરારીબાપુ આવતા બહોડી સંખ્યા મા લોએજ અને આસપાસના ગામ લોકો પૂ.મોરારીબાપુ નુ સ્વાગત કરવા ઉમટી પડ્યા હતાસમાધિસ્થ પ્રવીણ રામ બાપૂ ના ભંડારા ઉત્સવ પ્રસંગે ભોજન ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો, હેલીપેડ પર ઉતરાણ બાદ પૂજ્ય પ્રવીણરામ બાપૂ ના નિવાસ્થાને પહોંચ્યા જ્યાં પ્રવીણરામ બાપૂ ની સમાધિ ના દર્શન કરી રામજી મંદિરે દર્શન બાદ પ્રવીણરામ બાપૂના સુપુત્ર રવિભાઈ ના નિવાસ્થાને પ્રસાદ લીધો હતો અને પરિવાર સાથે મળી અને સર્વે પૂજ્ય બાપુનું સ્વાગત સન્માન કર્યું હતું ત્યારબાદ સમાધિ ઉત્સવ સ્થળે પધારેલા વિશાળ સંખ્યામાં મહેમાનો તેમજ ગ્રામજનો એ પૂજ્ય મોરારીબાપુ ની તાળીઓ પાડી સન્માન કર્યું હતું. આ પ્રસંગે પૂજ્ય મોરારીબાપૂ નું રવિભાઈ અને તેમના પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભક્તિબાપુ નું સન્માન કરાયું હતું અને પધારેલા મહાનુભાવો અને સંતો નું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સમાધિસ્થ પ્રવીણરામ બાપૂ ના પુત્ર રવિભાઈ નું અને તેમના પરિવારનું મોરારીબાપૂ અને ભક્તિ બાપૂએ ખાસ સન્માન કર્યું હતું. આ પ્રસંગે પૂજ્ય બાપુએ જણાવ્યું કે મૃત્યુને ઉત્સવમાં ફેરવે એ સાધુ સાધુ એ સમાજનો પથ દર્શક છે અને સાધુ સમાજ વિશે મહત્વની કેટલીક વાતો પણ કરી હતી.
આ સમાધિ ઉત્સવ પ્રસંગે ડોક્ટર મહાદેવ પ્રસાદ કાશી ભાલકાતીર્થ, શ્રીશ્રી મહામંડલેશ્વર 1008 પરમ પૂજય અજય બાપૂ સવરામંડપ જુનાગઢ, રામદેવજી રામાયણ કથાકાર પૂજય કલ્યાણદાસબાપૂ મેંદરડા, શ્રી મહામંડલેશ્વર 1008 પરમ પૂજય મહંત શ્રી હરકિશનબાપુ મેસવાણીયા મેસવાણ ઘામ, પરમ પૂજય રુદ્ર ભારતીજી બાપુ નિલવાડા શ્રી મહામંડલેશ્વર 1008 અજયબાપુ મેસવાણીયાણ જુનાગઢ સહિતના અનેક સંતો મહંતો રાજસ્વી નેતાઓ અને સેવક વૃંદ પધાર્યા હતા. તેમજ હમણાં જ ભારત સરકાર દ્વારા જેમને પદ્મશ્રી એવોર્ડ થી સન્માનિત કરવા માટે કલા જગતનું ઘરેણું અને ઢોલકને વિશ્વ ફલક ઉપર પહોંચાડનાર ભાઈશ્રી હાજી રમકડું નું સન્માન પરમ પૂજ્ય સંત શ્રી મોરારીબાપૂ એ સન્માન કરેલ હતું. આ કાર્યક્રમ પૂર્ણ થયા પછી ડોક્ટર વેજાભાઈ ચાંડેરાના નિવાસ્થાને પરમ પૂજનીય સંત શિરોમણી પૂજ્ય મોરારીબાપૂ અને ભક્તિબાપૂ વગેરે સંતોએ પધરામણી કરી અને અમારા પરિવાર અને સંસ્થા વિશે માહિતી મેળવી ખૂબ જ રાજીપો વ્યક્ત કર્યો હતો

રિલેટેડ ન્યૂઝ