જો વિવાદીત શિક્ષકને હાજર કરાશે તો તાળા બંધીની ચિમકી અપાઈ
બોટાદ જીલ્લાના રાણપુરમાં રૂ.અ.શેઠ ક્ધયા શાળામાં શિક્ષક તરીકે ભૂતકાળમાં ફરજ બજાવતા જાવેદ અશરફભાઈ ચુડેસરાને ફરીથી આ જ ક્ધયા શાળામાં હાજર ન કરાવવા બાબતે શાળા વ્યવસ્થાપન સમિતિ (જખઈ) દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે.ડિસેમ્બર 2022માં જાવેદ ચુડેસરા સામે ઙઘઈજઘ એક્ટ હેઠળ કેસ નોંધાયો હતો, જેના કારણે તે સમયે શાળાની વિદ્યાર્થીનીઓ, વાલીઓ તેમજ સમગ્ર ગ્રામજનોમાં ભારે ચિંતા અને અશાંતિ ફેલાઈ હતી. તાજેતરમાં કોર્ટ દ્વારા તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા બાદ ફરીથી રૂ.અ.શેઠ ક્ધયા શાળામાં ફરજ પર હાજર થવા હુકમ આપવામાં આવ્યો છે.આ સંદર્ભે શાળાની જખઈ સમિતિએ તારીખ-5-2-2026ના રોજ શાળા સંચાલન, પે સેન્ટર શાળા, રાણપુર તાલુકાના શિક્ષણ અધિકારી તેમજ બોટાદ જિલ્લાના શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે. રજૂઆતમાં સ્પષ્ટ જણાવાયું છે કે, રૂ.અ.શેઠ ક્ધયા શાળા માત્ર ક્ધયાઓ માટેની શાળા હોવાથી વિદ્યાર્થીનીઓની સુરક્ષા, માનસિક શાંતિ અને વાલીઓનો વિશ્વાસ જળવાઈ રહે તે હેતુથી આ શિક્ષકને ક્ધયા શાળાને બદલે અન્ય કોઈ યોગ્ય શાળામાં નિમણૂક કરવા વિચારણા કરવી જોઈએ.જખઈ સમિતિએ આ મુદ્દાને ગંભીરતાથી લઈ તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવા સંબંધિત અધિકારીઓને અપીલ કરી છે. તેમજ અંતે જણાવાયું છે કે જો આ શિક્ષકને ક્ધયા શાળામાં જ હાજર કરવામાં આવશે તો વિદ્યાર્થીઓના હિત અને સુરક્ષા માટે સમિતિ શાળાને તાળાબંધી જેવા પગલાં લેવા સુધીની તૈયારી દર્શાવે છે.
