તાલાલા પાલિકાના મહિલા સભ્યના પુત્ર ઉપર છરીથી હુમલો:ત્રણ શખ્સો સામે ગુનો દાખલ

આંબેડકરનગર ચોકમાં જાહેરમાં ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલ શખ્સોએ હુમલો કર્યો

તાલાલા નગરપાલિકાના મહિલા સભ્યના પુત્ર વિજયભાઈ જીતુભાઈ સોંદરવા ઉ.વ.32 ઉપર છરી થી જીવલેણ હુમલો કર્યાની તાલાલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાતા શહેરમાં ભારે ચકચાર ફેલાયેલ છે.
આ બનાવ અંગે તાલાલા પોલીસને આપેલ ફરીયાદ માં વિજયભાઈ સોંદરવા એ જણાવ્યું છે કે તાલાલા શહેરમાં આંબેડકર નગર ચોકમાં ઓટલા ઉપર બેસી કાયમી ગાળો બોલી,માર્ગ ઉપર થી પસાર થતા લોકોની ઠઠ્ઠા મશ્કરી કરતા જાહીર જાકીરભાઈ અલાઈ ઉર્ફે.કાદુ,તુષાર જાવીદભાઈ ચૌહાણ ઉર્ફે.બોસ,અર્પિત દિવ્યેશ વાળા ને ગાળો બોલી લોકોને પજવવાની નાં પાડતા ઉશ્કેરાયેલ ત્રણ શખ્સોએ મારા નાનાભાઈ મહેશ જેન્તીભાઇ સોંદરવા ને બેફામ ગાળો આપી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી આપી હતી.આ બનાવ અંગે જાહીર ઉર્ફે.કાદુ નાં પિતાને ફરીયાદ કરવા આ વિસ્તારના અગ્રણીઓ સાથે રમળેચી રોડ ઉપર આવેલ તેમના ઘરે ગયા હતા ત્યારે ઉશ્કેરાયેલ જાહીર ઉર્ફે.કાદુ એ અગ્રણીઓની હાજરીમાં વિજયભાઇ સોંદરવા ને જાનથી મારી નાખવાની ધમકી આપી છરીથી હુમલો કર્યો હતો.આ હુમલામાં વિજયભાઈ ને હાથમાં તથા શરીરના ત્રણ જગ્યાએ છરીના ઘા લાગતાં ગંભીર ઈજા સાથે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા..આ બનાવ અંગે પોલીસે નગરપાલિકા મહિલા સભ્ય નાં પુત્ર વિજયભાઈ સોંદરવા ની ફરીયાદ લઈ ઉપરોક્ત ત્રણેય આરોપી સામે બી.એન.એસ 109(1), 115(1), 351(2), 351(3), 352 તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પ્રતિબંધ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી નાયબ પોલીસ અધિક્ષક વિનોદસિંહ ખેંગાર વધુ તપાસ ચલાવી રહ્યા છે.
આંબેડકરનગર ચોક લુખ્ખા તત્વોનાં હવાલે…
તાલાલા નગરના વોર્ડ નં.6 માં આવેલ આંબેડકર નગર ચોક વિસ્તારમાં નશાખોર લુખ્ખા તત્વોનો કાયમી ત્રાસ છે.આ વિસ્તાર નશાખોર લુખ્ખા તત્વોના હવાલે હોય તેવા ખુલ્લા આક્ષેપો લોકો જાહેરમાં કરી રહ્યા છે.આંબેડકર નગરમાંથી લુખ્ખાઓનો ત્રાસ દૂર થાય માટે પોલીસ તુરંત ઘટતું કરી તાલાલા શહેરમાં પોલીસ છે…!! તેની લોકોને પ્રતિતિ કરાવે તેવી પ્રબળ લોક માંગણી ઉઠી છે.
તાલાલામાં છરીથી હુમલો કરનાર ત્રણેય આરોપી ઝડપાયા
તાલાલા નગરપાલિકાના મહિલા સભ્યના મોટા પુત્રને બેફામ ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી છરી વડે જીવલેણ હુમલો કરનાર ત્રણેય આરોપીઓને તાલાલા પોલીસે ઝડપી લીધા છે.તાલાલા ઈનચાર્જ પી.આઈ.એ.બી.ગોહીલે ત્રણેય આરોપીની પૂછપરછ શરૂ કરી છરી સહિતનાં મુદ્દામાલ કબજે કરવા તજવીજ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ