રાજુલા-જાફરાબાદ કોસ્ટલ હાઈવે ઉપર સિંહોની સુરક્ષા માટે અંડર પાસ બનાવો

પૂર્વ ધારાસભ્ય અંબરિષ ડેરે મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો

રાજુલા-જાફરાબાદનાં પૂર્વ ધારાસભ્ય અને મીરીટાઈમ બોર્ડ કર્મચારી મહામંડળ ના અધ્યક્ષ અને ભાજપના અગ્રણી અંબરિષ ડેરે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર – પટેલને પત્ર પાઠવ્યો છે. જેમાં – જણાવ્યું છે કે, રાષ્ટ્રીય પ્રાણી – વાઘનાં સંરક્ષણ અને સુરક્ષા માટે કેન્દ્ર સરકાર દ્વારા અલગ અલગ – નેશનલ હાઈવે પર પ0 થી વધુ અન્ડરપાસ બનાવવામાં આવ્યા છે. જેનાથી વાઘ રોડ અકસ્માતથી – સુરક્ષિત બન્યા છે. તેવી રીતે – રાજુલા- જાફરાબાદના કોસ્ટલ – બેલ્ટ વિસ્તાર 2025 ની સિંહ – ગણતરીમાં સિંહની સંખ્યા 74 નોંધાઈ છે અને વધી રહી છે. ત્યારે ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં પસાર થાય છે અને તે નેશનલ હાઈવે પર વન્ય પ્રાણી સિંહના અકસ્માત વધી રહ્યા છે. અહીં તાજેતરમાં ત્રણ બનાવો સિંહના વાહન અકસ્માતમાં મૃત્યુ નોંધાયા છે. જેથી અહીં પણ રાજુલા ચારનાળા નેશનલ હાઈવે પરથી લઈ છેક ઉના સુધી નેશનલ હાઈવે પર સિંહોને પસાર થવા સ્પેશ્યલ અંડરબ્રિજ અથવા અંડર બાયપાસ બનાવવા જરૂરી છે. ખાસ કરીને રાજુલા-પિપાવાવ પોર્ટ નજીક, રાજુલા ચારનાળા નજીક, બાલાની વાવ નજીક, નાગેશ્રી ચેક પોસ્ટ નજીક, હેમાળ અને ટીંબી વચ્ચે અને ગાંગડા સામતેર પાસે સિંહનો કોરીડોર છે અને સિંહો નિયમિત અહીંથી નેશનલ હાઈવે ક્રોસ કરી તેની મુવમેન્ટ કરે છે. તો આ વિસ્તારમાં નેશનલ હાઈવે પર સિંહોનો અંડરપાસ કોરીડોર બનાવવાની માગ કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ