સંસ્થા દ્વારા તબીબ સંજય કણજારીયાને એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત
ડો. સંજય એ. કણજરીયા શિવ હોમિયોપેથીક ક્લિનિક, બોટાદ ગુજરાતના હોમિયોપેથીક તબીબ એ માત્ર હોમિયોપેથીક દવાઓ દ્વારા 55સ10 ળળ ના ભંગદરને કોઈપણ સર્જરી વિના અત્યાર સુધી નોંધાયેલ સૌથી મોટા ફિસ્ટ્યુલા-ઇન-એનોને સંપૂર્ણપણે સાજું કરી એક નોંધપાત્ર તબીબી સિદ્ધિ હાંસલ કરી છે. તેમની સારવાર હેઠળ રાજકોટ, ગુજરાતના નિવાસી જિગ્નેશભાઈ શિનોજિયાને 55મીમી લંબાઈ અને 10મીમી પહોળાઈ ધરાવતા ભંગદરની સમસ્યાથી પીડાઈ રહ્યા હતા.જેમણે અગાવ ત્રણ વખત ઓપરેશન કરાવી ચુક્યા હતા ત્યારબાદ, શિવ હોમીયોપેથી ક્લિનીકના ડો સંજય કણજરીયા નો સંપર્ક કર્યો. જેમણે સચોટ અને યોગ્ય રીતે આપવામાં આવેલી હોમિયોપેથીક દવાઓની સારવાર દ્વારા, આ રોગ 3.5 મહિનાની અંદર સંપૂર્ણપણે સાજો કર્યો.
24 જાન્યુઆરી 2026ના રોજ કરવામાં આવેલા અનુસંધાન એમઆરઆઇ સ્કેન દ્વારા તબીબી રીતે પુષ્ટિ થઈ કે ભંગદર સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો છે, જે સર્જરી વિના સંપૂર્ણ સ્વસ્થતાનું સ્પષ્ટ પ્રમાણ આપે છે.
આ અસાધારણ તબીબી સિદ્ધિ હોમિયોપેથીક સારવારની સંભવિત અસરકારકતાને ઉજાગર કરે છે અને 30 જાન્યુઆરી 2026ના રોજ એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો. ડો સંજય કણજરીયા ની આં સિદ્ધિ ને બિરદાવી વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાની ટિમ દ્વારા શિલ્ડ, ગોલ્ડ મેડલ અને સર્ટીફીકેટ એનાયત કરાયા. અગાવ ડો સંજય કણજરીયા દ્વારા 21સ5 ળળ ના ભંગદરની ઓપરેશન વગર સફળ સારવાર વર્લ્ડ રેકોર્ડ સ્થાન પ્રાપ્ત કરી કરી ચુક્યા છે જેમણે પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ તોડી બીજો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.
ડોસંજય કણજરીયા બોટાદ, શિવ હોમીયોપેથીક ક્લિનીક ખાતે છેલ્લા 6 વર્ષથી સેવા આપે છે અને અંદાજિત હરશ, મસા, પથરી, ભંગદર ના 10,000+ કરતા વધારે દર્દીઓ ને ઓપરેશન માંથી મુક્તિ અપાવી ચુક્યા છે. તેમની આં સિદ્ધિ ને બિરદાવી ને કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા સાહેબ દ્વારા 15,ઓગસ્ટ 2024 ના રોજ કાર્યક્ષેત્રમાં ખૂબ જ ઉમદા અને પ્રશંસનીય કામગીરી બદલ સન્માનિત કરવામાં આવેલ.
