કોડીનાર તાલુકાના ડોળાસા ગામે હાઇવે અને ખેડૂતો વચ્ચેના વિવાદનું સુખદ સમાધાન

કોડીનાર તાલુકાના ડોળાસા થી અડવી ગામ વચ્ચે હાઇવે ની બંને બાજુ વરસાદી પાણી ના નિકાલ માટે ગટર બનાવવા નું કામ પોલીસ બંદોબસ્ત સાથે આજે શરૂ થયું હતું.પણ તેના માટેના પાઇપો નાખવા નો ખર્ચ ખેડૂતો ને આપવાનો થશે . તેવી હકીકત બહાર આવતા આ રોડ ઉપર ના તમામ ખેડૂતો એકઠા થયા હતા.અને વિવાદ ઊભો થતાં આખરે કોડીનાર નગર પાલિકા ના પ્રમુખ શિવાભાઈ સોલંકીએ ઘટના સ્થળે પહોંચી સુખદ સમાધાન કરાવ્યું હતું.
ડોળાસા થી અડવી વચ્ચે ના ત્રણ કી.મી.માં બનેલા હાઇવે રોડ ની બંને બાજુઓ વરસાદ ના પાણી ભરાય છે.જેના કારણે ખેડૂતો ને ખેતી પાક માં ભારે નુકશાની વેઠવી પડે છે.પાણી ના નિકાલ માટે પાકી ગટર બને તેમ દરેક ખેડૂતો સહમત હતા.પણ નેશનલ હાઇવે ના અધિકારીએ ખેડૂતો ને જણાવી દીધું કે આ ગટર માં નાખવાની ત્રણ ની પહોળાઈ ધરાવતા મોઘાં પાઇપો ખેડૂતો ના ખર્ચે નાખવા ના છે.આ વાત થી ખેડૂતો એ વિરોધ શરૂ કરતાં મામલો વિવાદ માં ફસાયો હતો.એક તરફ જમીન સંપાદિત કરવા માં આવી તેમાં ખેડૂતોને મામૂલી રકમ મળી છે.અને મોંઘાં પાઇપો નાખવા નો ખર્ચ દરેક ખેડૂત ને દોઢ લાખ થી માંડી ત્રણ લાખ સુધી થતો હતો.જે નાના ખેડૂતો ના ગજા બહાર ની વાત હતી.આ વિવાદ ની જાણ શિવાભાઈ સોલંકી ને થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી હકીકત જાણી ઉપલા અધિકારીઓ સાથે વાટાઘાટ કરી નેશનલ હાઇવે દ્વારા ખેડૂતો ની વાડી ના રસ્તા અને ધંધાર્થીઓ ની દુકાન સામે નેશનલ હાઇવે તેમના ખર્ચે પાઇપો નાખવા સહમત થતાં ખેડૂતોમાં રાહત ની લાગણી છવાઈ છે.
ડોળાસા ગામ ના ખેડૂત કેશરભાઈ મોરી,અડવી ગામ ના ખેડૂત વિજયભાઈ ડોડીયા, મનુભાઈ વાળા , ગોપાલભાઈ ડોડીયા વિગેરે ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.અને સુખદ ઉકેલ લાવવા માટે શિવાભાઈ સોલંકી નો આભાર વ્યક્ત કર્યો હતો.

રિલેટેડ ન્યૂઝ