વેરાવળ મોટી હવેલી-વૈષ્ણવ આચાર્ય પૂ.પા.ગો.108 માધવરાયજી બાવાશ્રી ઉપસ્થિત રહેશે
તાલાલા શહેર વલ્લભી વૈષ્ણવ પરિવાર માટે આનંદ,ઉમંગના અવસર સમાન અલૌકિક ફુલ ફાગ રસિયા મનોરથ તા.02/03/2026 ને સોમવારે પટેલ શેરીમાં રાજેશભાઈ ટીંબડીયા નાં પરિસરમાં હર્ષોલ્લાસ સાથે યોજાશે.
વેરાવળ મોટી હવેલી વૈષ્ણવ આચાર્ય,બાવાશ્રી પૂ.પા.ગોસ્વામી 108 માધવરાયજી મહારાજ ની આજ્ઞા અને આશિર્વાદ થી યોજાનાર આ પાવન ધાર્મિક ઉત્સવ દરમિયાન સાંજે 05:00 વાગે રાસ-કીર્તન બાદ આપશ્રીના ભવ્ય સામૈયાં થશે જેમાં તાલાલા શહેરના અગણિત વૈષ્ણવજનો જોડાશે.સામૈયા બાદ આપશ્રીની ઉપસ્થિતિમાં અલૌકિક ફુલફાગ રસિયા મનોરથ રંગેચંગે યોજાશે.છેલ્લે તમામ વૈષ્ણવ પરિવારો સમૂહમાં પ્રસાદ લેશે.સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિના ગૌરવવંતા ઉત્સવમાં સૌ વૈષ્ણવજનોએ પધારવા તાલાલા વલ્લભી વૈષ્ણવ પરિવાર દ્વારા ભાવભર્યું આમંત્રણ સાથે અનુરોધ કર્યો છે.તાલાલા શહેરમાં ફુલફાગ રસિયા મનોરથનાં ભવ્ય આયોજનથી સમગ્ર વૈષ્ણવ પરિવારમાં સર્વત્ર આનંદ છવાયો છે.
