ઉનાની સુગર ફેકટરીના 600થી વધુ કર્મચારીઓને 40 વર્ષે ન્યાય મળ્યો

સુપ્રીમ કોર્ટે 23 કરોડનો બાકી પગાર, રજા પગાર અને બોનસ ચૂકવવાનો આદેશ કર્યો

ઉનાની બંધ પડેલી સુગર ફેક્ટરીના 600 થી વધુ કર્મચારીઓને 40 વર્ષની લાંબી રાહ જોયા બાદ સુપ્રીમ કોર્ટે રાહત આપી છે. સર્વોચ્ચ અદાલતે કર્મચારીઓને 23 કરોડનો બાકી પગાર, રજા પગાર અને બોનસ ચૂકવવાનો આદેશ કર્યો છે.
ઉના તાલુકાની એકમાત્ર સહકારી સુગર ફેક્ટરીની સ્થાપના 1963માં થઈ હતી. આ ફેક્ટરી ઉના અને ગીર-ગઢડા તાલુકાના ખેડૂતો માટે એકમાત્ર આધાર સ્તંભહતી. જોકે, દુષ્કાળ અને પાણીની અછતને કારણે શેરડીના વાવેતરમાં ઘટાડો થતાં ફેક્ટરી બંધ પડી અને ફડચામાં ચાલી ગઈ હતી.
ફેક્ટરી બંધ થયા બાદ 120 મહિનાનો પગાર, રજા પગાર અને બોનસ સહિત 600 થી વધુ કર્મચારીઓની ચૂકવણી બાકી હતી. કર્મચારીઓએ તેમના હક માટે 25 વર્ષ સુધી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કાનૂની લડત ચલાવી હતી. આ ચુકાદા બાદ, કામદારોના બેંક ખાતા માં રકમ જમા કરવા અંગે ચર્ચા વિચારણા કરવા માટે ઉનાની સુગર ફેક્ટરીની હદમાં આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં 600 કર્મચારીઓમાંથી 80 ટકા જેટલા કર્મચારીઓ હાલ હયાત નથી, જેથી તેમના પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. કર્મચારીઓના પરિવારોએ તેમના હકના પગાર પર વ્યાજ પણ મળે તેવી માંગ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉના સુગર ફેક્ટરી બંધ થયા બાદ ફરચા અધિકારી એ વહીવટ સંભાળી લીધો હતો અને મશીનરી વેચી નાખી હતી આ ફેક્ટરી ની કરોડો રૂપિયા ની જમીન આવેલી છે તે પૈકી અગાઉ કેટલીક જમીન વેચી દેવાય છે પરંતુ કર્મચારીઓ અને બેંક તેમજ પીજીવીસીએલ નું કરોડો રૂપિયા નું લેણું બાકી રહી જતાં કર્મચારીઓ અને સેરસભા સદો ના નાણાં વસૂલવા લાંબી કાનુની લડત ચાલી રહી હતી આખરે સુપ્રિમ કોર્ટે એ કર્મચારીઓ તરફેણમાં ચુકાદો આપ્યો છે ત્યારે કેટલાક કર્મચારીઓ આશા અપેક્ષા રાખી જીંદગી ની આખરી મંજીલ એ પહોંચી ગયાં છે તેમનાં વારસદારો ને હક હિસ્સો મળે તેવી પણ હયાત કર્મચારીઓ એ આશા વ્યક્ત કરી હતી

રિલેટેડ ન્યૂઝ