ગીર ગઢડા પ્રાથમિક શાળા ખાતે વાર્ષિકોત્સવ વંદનમ 2026 ઉજવાયો

કુમાર પ્રાથમિક શાળા ખાતે તા. 27 ના રોજ વાર્ષિકોત્સવ ઉજવાયો હતો. વાર્ષિકોત્સવમાં ધોરણ એક થી આઠના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમો રજૂ થયા હતા.જેમાં રામાયણ અને મહિષાસુર મર્દિનીના પ્રસંગ આધારિત કાર્યક્રમ તથા સોમનાથ રક્ષક વીર શહીદ વેગડાજી ભિલના જીવન પર આધારિત નાટક મુખ્ય આકર્ષણ નું કેન્દ્ર રહ્યા હતા, સાથે કાર્યક્રમ નિહાળવા આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય જયેશભાઈ રાઠોડ અને સ્ટાફના પરિશ્રમના કારણે શક્ય બન્યું હતું.આપેલ કાર્યક્રમમાં કેતનભાઇ પટેલ અને રાજુભાઈ પટેલની પ્રેરણાથી શ્રીમતી નીલાબેન મનોજભાઈ વડોદરિયા(સમભાવ ગ્રુપ અને નીલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર) દ્વારા 75000 જેવી રકમનો સહયોગ આપ્યો હતો,તથા કેતનભાઇ પટેલ દ્વારા પણ તેમના પૂ.પિતાશ્રી ભૂતપૂર્વ સરપંચ ગીરગઢડા ના ભામાશા તારીખે જાણીતા સ્વ.અરવિંદભાઈ અમીચંદભાઈ પટેલની સ્મૃતિમાં 51000નો આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં રાહુલભાઈ પરમાર,રમેશભાઈ મકવાણા,અક્ષય ગાંધી સહિતના યુવાનોએ સક્રિય સેવા આપી હતી.આ ભવ્ય કાર્યક્રમના જૂનાગઢના પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી,વિજયભાઈ રાઠોડ,અલ્પેશભાઈ બાંભણીયા , હરકાંત ભાઈ મહેતા, ધર્મેશભાઈ રાખોલીયા,કાળુભાઈ રૂપાળા સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ