દીવમાં વાત્સલ્ય સંસ્થામાં મનોદિવ્યાંગ બાળકોએ હોળી-ધુળેટી પર્વની ઉજવણી કરી

દીવ વાત્સલ્ય સંસ્થાના પ્લોટમાં મનોદિવ્યાંગ બાળકોએ રંગબેરંગી, સુગંધીત ફુલોની પાખડીઓ ઉડાળીને હોળી-ધુળેટી પર્વની ઉજવણી કરી હતી. યુ.કે.સ્થિત દીવના શરદભાઈ ચૌહાણના આર્થિક સહયોગથી સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. મનોદિવ્યાંગ બાળકો ખુબજ ઉમંગ ઉત્સાહથી હોળીની ઉજવણી કરી અને ખુબજ મનોરંજન મેળવ્યું હતું આ પ્રસંગે દીવ ખારવા સમાજના પટેલ મગનભાઈ સોલંકી, કાઉન્સીલર ચિંતકભાઈ સોલંકી અને દીવ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રમણીકભાઈ બામાણીયાએ બાળકો સાથે હોળી રમી અને બાળકોને પ્રફુલિત કર્યા હતા.

રિલેટેડ ન્યૂઝ